Gujarat

ભાજપના MLA હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ થયું, જાણો શું છે મામલો..

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે ભાજપનો ખેસ ધારણ કરી લીધો પરંતુ હજુ પણ ભૂતકાળ પીછો છોડી રહ્યુ નથી. ભાજપના ધારાસભ્ય બન્યા બાદ પણ જૂના કેસોમાં હાર્દિક પટેલ સામે સમયાંતરે કાયદાકીય કાર્યવાહીઓ થઈ રહી છે. તાજેતરમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ થયું છે.

હાર્દિક પટેલ આજે ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં સવાલ પૂછી રહ્યાં હતાં ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેમની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યુ થયું હતું. વર્ષ 2018ના એક કેસમાં હાર્દિક પટેલ વિરુદ્ધ વોરન્ટ જારી થયું છે.

પાટીદાર આંદોલન મામલે વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલ તેમજ જે તે સમયના પાસના આગેવાનો સામે ગુનો દાખલ થયો હતો. આ કેસમાં કોર્ટની મુદ્દતો પડે ત્યારે હાર્દિક પટેલ હાજર રહેતા નહોતા. વારંવાર હાર્દિક કોર્ટમાં હાજર નહીં થતાં હોય આખરે કોર્ટે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કર્યું છે.

કોર્ટમાં હાજર ન રહ્યાં એટલે વોરન્ટ જાહેર કર્યું
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ મથકે પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPC ની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે. પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

Most Popular

To Top