National

રાજસ્થાનના ટોંકમાં SDMને થપ્પડ મારનાર નરેશ મીણાની ધરપકડના પગલે ભારે તણાવ

ટોંકઃ રાજસ્થાનના ટોંકમાં SDMને થપ્પડ મારનાર નરેશ મીણાની પોલીસે ધરપકડ કરી છે. ટોંક એસપીએ ભારે પોલીસ બંદોબસ્ત સાથે નરેશ મીણાની ધરપકડ કરવા તે જ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં મીણા તેમના સમર્થકો સાથે ધરણા પર બેઠા હતા. જો કે, આ દરમિયાન નરેશ મીણાએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. મીણાએ કહ્યું કે જ્યાં સુધી તેની શરતો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે આત્મસમર્પણ નહીં કરે. જોકે પોલીસે મીડિયાની સામે નરેશ મીણાની ધરપકડ કરી હતી.

પોલીસ નરેશ મીનાને પોતાની સાથે લઈ ગામની બહાર નીકળી ગઈ છે. નરેશની ધરપકડ બાદ તેના સમર્થકોએ હંગામો મચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ટીયર ગેસના સેલ છોડીને તેમને વિખેરી નાખ્યા હતા. નરેશ મીના આ સમયે તે જ સમરાવતા ગામમાં હાજર હતો જ્યાં હંગામો થયો હતો. આ જ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. નરેશ મીણાની ધરપકડના વિરોધમાં ગામમાં ફરી હોબાળો થયો. નરેશના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો, પરંતુ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

નરેશ મીણાએ SDM પર શું આરોપ લગાવ્યા?
એસડીએમ પર આરોપ લગાવતા નરેશ મીણાએ કહ્યું હતું કે ગામના લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા હતા પરંતુ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે એસડીએમ ત્યાં નકલી વોટિંગ કરાવી રહ્યા હતા. આટલું જ નહીં SDMએ આંગણવાડી કાર્યકર, તેના પતિ અને એક શિક્ષકને ધમકી આપી કે જો તેઓ મતદાન નહીં કરે તો તેઓ તેમની સરકારી નોકરી ગુમાવશે.

મીણાએ કહ્યું, એસડીએમને થપ્પડ માર્યા બાદ મેં કલેક્ટર પાસે અહીં આવવાની માંગણી કરી હતી પરંતુ કલેક્ટર ન આવ્યા. હું આ માંગ સાથે ધરણા પર બેઠો હતો પરંતુ ભોજન અને ગાદલું પોલીસે આવવા દીધા ન હતા અને પછી તેમણે મારા પર મરચાંના બોમ્બથી હુમલો કર્યો હતો અને પછી મારા મિત્રો મને લઈને પાંચ કિલોમીટર દૂર એક ઘરમાં સંતાડયો હતો.

રાજસ્થાનની આ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી
રાજસ્થાનની 7 વિધાનસભા બેઠકો ઝુનઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિંવસર, ચૌરાસી, સલુમ્બર અને રામગઢ માટે 13 નવેમ્બરે મતદાન થયું હતું. તેનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં જે સાત બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી તેમાંથી ચાર કોંગ્રેસ પાસે હતી અને એક-એક ભાજપ, BAP અને RLP પાસે હતી. કોંગ્રેસના ઝુબેર ખાન (રામગઢ) અને ભાજપના અમૃતલાલ મીણા (સલુમ્બર) – વર્તમાન ધારાસભ્યોના નિધનને કારણે બે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

Most Popular

To Top