નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના પગલે ગયા વર્ષે રૂ.5 કરોડની કટોકટી ખરીદી સહિતના તેના સૈન્ય શસ્ત્રોમાં વધારો કરવા રૂ. 18,000 કરોડ ખર્ચ કર્યા હતા. આજે આર્મી ડેના દિવસે એક સંબોધનમાં ભારતીય સેનાના વડા જનરલ એમ.એમ. નરવણે એ આ વાત કહી હતી. તેમણે કહ્યુ કે, ‘અમે ઇમરજન્સી અને ફાસ્ટ ટ્રેક યોજના કરી 38 સોદા હેઠળ આર્મી માટે રૂ. 18.000 કરોડની સામગ્રી ખરીદી હતી જેમાં હથિયારો અને અન્ય સામગ્રી શામેલ છે. આ સિવાય રૂ. 13,000 કરોડની મૂડી ખરીદી યોજના હેઠળના કરારને આખરી ઓપ અપાયો હતો.’.
તેમણે કહ્યુ કે સખત ઠંડીમાં સરહદ પર સૈનિકો ટકી રહે તેના માટે અને એ સિવાય આ સૈનિકોના પરિવારો માટે કલ્યાણનાં પગલાં પણ લેવામાં આવ્યા હતા. સેના પ્રમુખે જણાવ્યું હતું કે લડાખમાં ચીન સાથેની અથડામણમાં માર્યા ગયેલા, ઇજા પામેલા, ઘાયલ થયેલા સૈનિકોને અને તેમના પરિવારને ‘ઓપરેશન સ્નો ચિત્તા’ નામની કાર્યવાહીને ઉદ્દીપિત કુટુંબિક પેન્શન, આપવા માટે સૂચન કરાયુ છે.
ગલવાન ખીણમાં જૂન 2020 માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે જ્યારે અથડામણ થઇ હતી ત્યારે આપણી તરફથી 20 ભારતીય જવાનો શહીદ અને ઘણા ઘાયલ થયા હતા. ભારતીય સરહદમાં ઘૂષણખોરી કરવાની તક ન મળતા ચીને શિયાળામાં પણ સરહદ પરથી પોતાનું સૈન્ય પાછું ન ખેંચવાની ચીમકી આપી હતી. ્ને ચીને પોતે તે જ કર્યુ. તેથી આપણા સૌનિકો માટે લડાખ વિસ્તારની માઇનસ ઠંડીથી બચવા તેમના માટે ખાસ ગરમ કપડાં અને અન્ય ચીજ વસ્તુઓ લાવાની ફરજ પડી હતી. આપણા સૈનિકો માટે ગરમ કપડાં ખાસ અમેરિકાથી મંગાવાયા હતા.
તેમણે જણાવ્યું હતું કે આ સોદામાં લાઇટ મશીનગન, લાઇટ સ્પેશિયલ વાહનો અને પાયદળ સૈનિકો માટેના વ્યક્તિગત રક્ષણાત્મક ગિયર, યાંત્રિક પાયદળ માટે પાયદળ કેરિયર વાહનો અને તોપખાના માટે લાંબા અંતરના વેક્ટરનો સમાવેશ થાય છે.
કોર્પ્સ ઑફ સિગ્નલ માટેના નવા કમ્યુનિકેશન સાધનો અને ઇજનેરો માટેના આધુનિક પ્લેટફોર્મ્સ પણ આમાં શામેલ છે. જનરલ નરવણેએ કહ્યું કે સશસ્ત્ર દળોમાં આત્મનિર્ભરતા એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન ‘મેક ઇન ઈન્ડિયા’ હેઠળ આધુનીકરણ યોજનાઓનો અભિન્ન ભાગ છે. “ભારતીય સેનાએ ભવિષ્ય માટે 32,000 કરોડના 29 આધુનિકીકરણ પ્રોજેક્ટ્સની ઓળખ કરી છે. ખાનગી ઉદ્યોગ અને શિક્ષણવિદ્ની સાથે ભારતીય સેનાએ આત્મનિર્ભર ઇકોસિસ્ટમ બનાવવા માટે ફાળો આપ્યો છે. આ સ્વદેશી તકનીકને પ્રોત્સાહન આપશે અને અમે આયાત પર ઓછા નિર્ભર રહીશું.”