જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir): હાલમાં કાશ્મીરમાં ઘણી હિમવર્ષા (Snowfall)થઈ રહી છે. તાપમાન માઈનસ ડિગ્રીએ પહોંચી ગયું છે. આ વચ્ચે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટર (Machhal sector Kupwara)માં એલઓસી પાસે ભારતીય સેના (Indian Army) ના ત્રણ જવાનોનું વાહન બર્ફીલા ટ્રેક પરથી લપસી ગયું અને ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં ત્રણેય જવાનો શહીદ થયા છે. સુરક્ષા દળોએ ત્રણેય જવાનોના મૃતદેહોને ખાડામાંથી બહાર કાઢ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે આ જવાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
- કુપવાડાના માછલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ
- એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને બે ORના સૈનિકો બોર્ડ પર હતા
- ભારતીય સેનાએ આ તમામ મૃતદેહોને બરફમાંથી બહાર કાઢ્યા
ભારતીય સેનાએ કહ્યું કે કુપવાડાની ઘટનામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) અને બે OR શહીદ થયા છે. જ્યાં આ દુર્ઘટના થઈ તે વિસ્તાર બરફીલા છે. ભારતીય સેનાએ જણાવ્યું કે કુપવાડામાં નિયમિત ઓપરેશન ટાસ્ક દરમિયાન ત્રણ સૈનિકોની ટીમના ટ્રેક પર અચાનક બરફ પડ્યો, જેના કારણે તેઓ ઊંડી ખાડીમાં પડી ગયા. ત્રણેય જવાનો ડોગરા રેજિમેન્ટની 14મી બટાલિયનના હતા. ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે, આગળના વિસ્તારમાં નિયમિત ઓપરેશનલ કાર્ય દરમિયાન 01 JCO અને 02 OR ની એક પાર્ટી ઊંડી ખીણમાં લપસી ગઈ હતી. ટ્રેક પર પડેલા બરફ પર લપસીને વાહન ખાડામાં ખાબક્યું હતું. ત્રણેય બહાદુરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઓગસ્ટમાં પહેલગામમાં ITBPની બસ ઊંડી ખીણમાં પડી હતી
જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક બસ ઊંડી ખીણમાં પડતાં 7 ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાન શહીદ થયા હતા. જ્યારે અન્ય 30 ઘાયલ થયા હતા. ITBPના જવાનો અમરનાથ યાત્રાની ફરજ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા. બ્રેક ફેલ થવાને કારણે બસ અકસ્માતનો ભોગ બની હતી અને રોડ પરથી લપસીને નદીના કિનારે પડી હતી. આ ઉપરાંત નવેમ્બર મહિનામાં કુપવાડામાં પણ આવી જ એક ઘટના બની હતી. ત્યારે માછિલ સેક્ટરમાં હિમસ્ખલનને કારણે 3 જવાનો શહીદ થયા હતા. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાન ઘાટીમાં રક્તપાત કરવા માટે આતંકવાદીઓને મોકલવાનું ચાલુ રાખે છે, પરંતુ ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનના નાપાક કૃત્યને નિષ્ફળ બનાવી રહ્યા છે.