National

વડાપ્રધાને સ્વદેશી બનાવટની અર્જુન ટેન્ક ભારતીય લશ્કરને સુપ્રત કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વદેશી રીતે બનાવવામાં આવેલા અર્જુન મેઈન બેટલ ટેન્ક (એમકે -1એ)ને ભારતીય આર્મીને સોંપી હતી. ભારતની એકતા દર્શાવતુ દક્ષિણ ભારતમાં નિર્મિત સશસ્ત્ર વાહન ઉત્તરીય સરહદોનું રક્ષણ કરશે.

એક સમારોહમાં, તેમણે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકસિત કરેલા અત્યાધુનિક ટેન્કને ડીઆરડીઓના કોમ્બેટ વ્હીકલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે.
મોદીએ ટેન્કનું રેપિકા મોડલ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવાણેને સોંપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, આજે દેશની સરહદોની સુરક્ષા માટે વધુ એક યોદ્ધાને સમર્પિત કરવાનો મને ગર્વ છે.

સ્વદેશી રીતે નિર્મિત અર્જુન એમ.કે.-1એ ને સેનાને સોંપતા મને ગર્વ છે. તેમણે કહ્યું, તે દેશી દારૂગોળોનો પણ ઉપયોગ કરે છે. તમિળનાડુ પહેલાથી જ ભારતનું અગ્રણી ઓટો મેન્યુફેક્ચરિંગ સેન્ટર છે. હવે હું તામિલનાડુને ભારતના ટેન્ક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસિત કરી રહ્યો છું.
મોદીએ કહ્યું કે, તમિળનાડુમાં બનાવવામાં આવેલ ટેન્કનો ઉપયોગ આપણા દેશને સુરક્ષિત રાખવા ઉત્તર સરહદ પર તૈનાત કરવામાં આવશે. આ ટેન્ક ભારતની સંયુક્ત ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

અહેવાલો અનુસાર, અવધી ખાતેની હેવી વ્હિકલ ફેક્ટરી (એચવીએફ)ને 118 ટેન્કના નિર્માણ માટે રૂ.8,500 કરોડનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે, અર્જુન એમકે 1 આલ્ફાએ એક સમકાલીન યુદ્ધની ક્ષમતા ધરાવતું ટેન્ક છે. તે 71 નવી સુવિધાઓ સાથે ‘ઇન્ફ્યુઝ્ડ’ છે અને તે દિવસ અને રાતે ચોક્કસ લક્ષ્ય ભેદવા સક્ષમ છે.

તેમણે કહ્યું કે, ઉત્પાદન હુકમના પગલે 200થી વધુ ભારતીય કંપનીઓને સંરક્ષણ ઉત્પાદનમાં મોટી આવક થઈ છે અને 8,000 લોકોને રોજગારીની તકો સાથે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ)માં સંખ્યા મળી છે. આ ટેન્ક કેન્દ્રના બહુચર્ચિત ‘આત્મનિર્ભર ભારત’નું એક ચમકતું ઉદાહરણ છે.મોદીએ કહ્યું હતું કે, ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનો વિશાળ પ્રયાસ કર્યો છે. દેશના બે સંરક્ષણ કોરિડોરમાંથી, તમિળનાડુમાં 8,100 કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતાઓ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top