નરેન્દ્ર મોદીને અને અમિત શાહની જોડીને રાજકીય રીતે ટક્કર આપે એવા કોઈ વિપક્ષમાં હોય તો એ એક માત્ર મમતા બેનરજી છે. બંગાળની ‘વાઘણ’ ગણાતાં મમતાજીને ભાજપ માત કરી શકતો નથી. ત્રણ ટર્મથી મુખ્યમંત્રી છે અને ચોથી વાર ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. આ માસમાં જ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે અને ભાજપે અગાઉ પણ પ્રયત્નો કર્યા છે અને હજુ કરી રહી છે પણ સફળતા મળવી બાકી છે.
હા, ડાબેરીઓ અને કોંગ્રેસનો સફાયો થયો છે અને એ સ્થાનમાં ભાજપે સ્થાન જરૂર મેળવ્યું છે પણ સત્તા મળતી નથી. ટીએમસીમાં ઘણી તોડફોડ કરી અને મમતાનાં સાથીઓ સામે કેસ કર્યા. છેલ્લે મમતાની રાજકીય એજન્સીમાં દરોડા પડ્યા અને મમતાએ ત્યાં જઈ જે રીતે પક્ષને લગતી ફાઈલો કબજે કરી એ દૃશ્ય અભૂતપૂર્વ હતું. એ કાયદાની દૃષ્ટિએ યોગ્ય છે કે કેમ એ મુદે્ કેસ થયો જ છે પણ મમતા એસઆઈઆરના મુદે્ ખુદ કોર્ટમાં હાજર રહ્યાં અને દસ બાર મીનીટ દલીલો કરી એ દૃશ્ય તો એકદમ અનોખું છે અને આમ કરી મમતાએ એકસાથે ઘણાં તીર મારી દીધાં છે.
રાજકારણમાં નવતર પ્રયોગો માટે નરેન્દ્ર મોદી જાણીતા છે. ચાય પે ચર્ચાથી માંડી મન કી બાત સુધી એમણે અનેક સફળ પ્રયોગ કર્યા છે. મમતા પણ રાજકીય આવિષ્કાર માટે જાણીતાં છે. ભારતીય રાજકારણમાં જ્યારે કોઈ દિગ્ગજ નેતા પ્રસ્થાપિત પદ્ધતિઓ છોડીને સીધા જ મેદાનમાં ઊતરે, ત્યારે તે માત્ર કાયદાકીય લડત નથી રહેતી પણ એક મોટો ‘રાજકીય સંદેશ’ બની જાય છે. સામાન્ય રીતે વકીલો કોર્ટમાં ટેકનિકલ ભાષામાં વાત કરે છે, જે સામાન્ય માણસને સમજાતી નથી. મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં જઈને ન્યાય દરવાજા પાછળ રડી રહ્યો છે જેવી વાત કરી. આ ભાષા કોર્ટની સાથે સાથે સીધી બંગાળની જનતાનાં હૃદય સુધી પહોંચે છે. તેઓ સાબિત કરવા માંગે છે કે તમારા મતાધિકાર માટે હું પોતે સુપ્રીમ કોર્ટમાં લડી રહી છું.
અત્યાર સુધી નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કે રેલીઓમાં ચૂંટણી પંચની ટીકા કરતાં હતાં. મમતા બેનરજીએ આ લડતને રસ્તા પરથી ખસેડીને કોર્ટરૂમમાં લાવી દીધી. જ્યારે મુખ્યમંત્રી પોતે હાજર હોય, ત્યારે સિસ્ટમ અને એજન્સીઓ પર દબાણ અનેકગણું વધી જાય છે. રાજકારણમાં આવિષ્કાર એ છે કે તમે તમારી જાતને કેવી રીતે રજૂ કરો છો. કોર્ટમાં ઊભાં રહીને તેમણે એવો માહોલ બનાવ્યો કે જાણે આખા રાજ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. આનાથી તેમનાં કાર્યકરોમાં નવો ઉત્સાહ આવે છે અને વિપક્ષો માટે વળતો પ્રહાર કરવો અઘરો બની જાય છે. ઉપરાંત, પોતાની જૂની ડિગ્રીનો ઉપયોગ કરીને ‘પાર્ટી લીડર’ માંથી ‘લીગલ ફાઈટર’ બનવું એ માસ્ટરસ્ટ્રોક છે. આનાથી તેમની છબી એક બૌદ્ધિક અને કાયદાના જાણકાર નેતા તરીકે ઊભી થાય છે, જે માત્ર ભાષણો નથી આપતાં પણ કાયદેસરની લડત પણ જાણે છે. જ્યારે કોઈ મુખ્યમંત્રી કોર્ટમાં ઊભાં રહે છે ત્યારે તે સમાચારની ‘હેડલાઈન’ નક્કી કરે છે. આ એક એવી વ્યૂહરચના છે જેમાં એમણે કરોડો રૂપિયાનું ‘રાજકીય માર્કેટિંગ’ પણ કરી લીધું.
આ કેસમાં સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ, ચૂંટણીમાં વિલંબ પણ થઇ શકે છે પણ મમતાએ જે કરવું હતું, જે કર્યું છે એનાથી એમને જે મળવું જોઈતું હતું એ મળી ચૂક્યું છે. કદાચ ભાજપે આવું વિચાર્યું જ નહિ હોય. આનો જવાબ આપવો કેમ? એ વાત પણ ભાજપને સતાવે એ સ્વાભાવિક છે. એસઆઈઆરમાં સમસ્યાઓ છે અને એની પાછળ કોઈ હેતુ છે, એમાં કોઈક દમ છે એ વાત મમતા લોકોના દિમાગમાં ઠસાવી દેવામાં સફળ રહ્યાં છે.
તેમણે કોર્ટમાં પૂછ્યું કે, ફક્ત બંગાળને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? આસામ કે અન્ય રાજ્યોમાં આવું કેમ નથી થતું? ભાવુક અપીલ કરતાં મમતા બેનરજીએ કોર્ટમાં કહ્યું, અમને ક્યાંય ન્યાય મળી રહ્યો નથી, ન્યાય દરવાજા પાછળ રડી રહ્યો છે. તેમણે ચૂંટણી પંચને ‘વોટ્સએપ આયોગ’ ગણાવ્યું અને કહ્યું કે પંચ તેમની ફરિયાદોનો જવાબ આપતું નથી. મમતાના આવિષ્કારથી પ. બંગાળમાં આ મુદે્ ભાજપને ધક્કો લાગી શકે છે.
મણીપુરમાં નવી સરકાર સામે પડકારો
મણીપુરમાં ત્રણ વર્ષથી જાતીય હિંસા ચાલે છે. હજારો પરિવારો આજેય રાહત કેમ્પમાં રહે છે. ભાજપ સરકાર આ હિંસા રોકવામાં નિષ્ફળ રહી અને આખરે બીરેનસિંહનું રાજીનામું લેવાયું અને રાષ્ટ્રપતિ શાસન આવ્યું. એના એક વર્ષ બાદ ભાજપે નવી સરકાર રચી છે પણ એની સામે એક નહિ અનેક પડકારો છે. યુમનામ ખેમચંદસિંહ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્ય વિધાનસભાના પૂર્વ સ્પીકર યુમનામ ખેમચંદસિંહે મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ‘મૈતેઈ’ સમુદાયમાંથી આવે છે અને તેમને કુકી ધારાસભ્યોનો પણ ટેકો મળ્યો હોવાનું મનાય છે. રાજ્યમાં વંશીય સંવાદિતા સ્થાપવા માટે ભાજપે ‘એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ’ ની ફોર્મ્યુલા અપનાવી છે. નેમચા કિપગેન તેઓ કુકી-ઝો (Kuki-Zo) સમુદાયના અગ્રણી નેતા છે. મણિપુરના ઇતિહાસમાં તેઓ પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યાં છે અને લોસી દિખો કે જે તેઓ નાગા સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને નાગા પીપલ્સ ફ્રન્ટના નેતા છે.
ગુજરાતની જેમ જ એન. બીરેનસિંહને નવી કેબિનેટમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. તેમની જગ્યાએ ખેમચંદસિંહને સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે જેથી રાજ્યમાં શાંતિપ્રક્રિયાને વેગ મળી શકે. પણ નવી સરકાર સામે સૌથી મોટો પડકાર મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે શાંતિ સ્થાપવાનો અને વિસ્થાપિત થયેલાં ૬૦,૦૦૦ થી વધુ લોકોનું પુનઃવસન કરવાનો છે. નવી શાંતિ યોજનામાં બધાનો સમાવેશ ઉપરાંત કેન્દ્ર સરકારે સશસ્ત્ર જૂથો સાથે નવી શરતો સાથે શાંતિકરાર કર્યા છે એ મુજબ ઉગ્રવાદી જૂથોના કેમ્પોને હાઈ વે અને રહેણાંક વિસ્તારોથી દૂર ખસેડવામાં આવશે જેથી સામાન્ય જનતામાં ભય ઓછો થાય.
જૂથો પાસે રહેલાં હથિયારો હવે સેન્ટ્રલ ફોર્સની દેખરેખ હેઠળનાં સુરક્ષિત કેન્દ્રોમાં રાખવામાં આવશે. ઉપરાંત, પહાડી અને મેદાની વિસ્તારો વચ્ચેના ‘બફર ઝોન’ માં સેન્ટ્રલ ફોર્સની તૈનાતી ચાલુ રહેશે, પરંતુ ધીમે ધીમે લોકલ પોલીસને પણ સામેલ કરવામાં આવશે. રાહત શિબિરોમાં રહેતાં અંદાજે ૬૦,૦૦૦ લોકોને સુરક્ષિત રીતે તેમના મૂળ સ્થાને પરત મોકલવા માટે ‘ટાઈમ-બાઉન્ડ’ પ્લાન તૈયાર કરાયો છે પણ આ યોજના અમલી બને એ જરૂરી છે. એક વાતની નોંધ લેવી રહી કે, ભાજપની છેલ્લાં વર્ષોમાં જે રાજ્યોમાં સરકાર બની ત્યાં બે નાયબ મુખ્યમંત્રી રાખવાનો વ્યૂહ હવે કાયમી બની ગયો છે. એ દર્શાવે છે કે, ભાજપે પક્ષમાં અને સાથીઓમાં ગરબડ ના થાય એ માટે રાજકીય સમાધાનો કરવા પડી રહ્યાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.