Entertainment

“તમને શરમ નથી આવતી” ધર્મેન્દ્રના ઘરની બહાર ભેગા થયેલા પેપરાઝીઓ પર સની દેઓલ ગુસ્સે થયા

બોલીવુડ અભિનેતા સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પોતાના ઘરની બહાર ઉભેલા પેપરાઝીઓ પર ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે. વીડિયોમાં સની દેઓલ કહે છે “તમને શરમ નથી આવતી? તમારા ઘરમાં માતા-પિતા નથી?” જોકે ચાહકો તેમની આ પ્રતિક્રિયાને યોગ્ય ગણાવી રહ્યા છે.

તાજેતરમાં ધર્મેન્દ્રને શ્વાસની તકલીફને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ઘરે પરત આવ્યા છે અને ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. આ દરમિયાન તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી લેવા માટે ફિલ્મી દુનિયાના ઘણા લોકો તેમના ઘરે આવી રહ્યા છે. તેમ છતાં પેપરાઝીઓ ઘરની બહાર સતત હાજર રહેતા હોવાથી સની દેઓલ ગુસ્સે ભરાઈ ગયા.

વીડિયોમાં સની દેઓલ પોતાના ઘરમાંથી બહાર આવીને પેપરાઝીઓ પર બૂમ પાડી રહ્યા છે. તેમણે કહ્યું “તમને શરમ નથી આવતી? તમારા ઘરે પણ માતા-પિતા અને બાળકો હશે. તમે વીડિયો બનાવી રહ્યા છો. તમને શરમ નથી આવતી?” આ દરમિયાન સનીએ હાથ જોડીને પણ પેપરાઝીઓને ચેતવણી આપી. વીડિયોમાં તેમના ચહેરા પર ગુસ્સો અને પિતા ધર્મેન્દ્ર માટેની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે.

ચાહકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર ચાહકો સની દેઓલનું સમર્થન કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું કે આવા સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ ગુસ્સે થઈ જશે. એક યુઝરે લખ્યું “તેના પિતાની તબિયત ખરાબ છે અને પેપરાઝીઓ હજુ પણ વીડિયો બનાવી રહ્યા છે.

ધર્મેન્દ્રની હાલત અને પરિવારની ચિંતા
ધર્મેન્દ્ર હોસ્પિટલમાં હતા ત્યારે બંને પુત્રો સની અને બોબી દેઓલ ખૂબ જ ભાવુક દેખાયા હતા. બોબીની આંખોમાં આંસુ હતા જ્યારે સનીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ હતી. હેમા માલિની અને એશા દેઓલ પણ હોસ્પિટલ પહોંચી હતી.

હાલ ધર્મેન્દ્રની તબિયત સુધરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્ય વિશે ખોટા અહેવાલો ફેલાતા પરિવાર ગુસ્સે થયો છે. હેમા માલિનીએ જણાવ્યું કે “ધર્મેન્દ્ર ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે ખોટા સમાચાર ન ફેલાવો.”

Most Popular

To Top