Charchapatra

શિક્ષકો છે કે મજૂર? ચૂંટણીભવન બનાવો

ગુજરાતમાં છેલ્લાં પચ્ચીસ વર્ષોથી ચૂંટણીલક્ષી કારણોસર અસંખ્યક સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને શિક્ષકો હદપાર વિનાની માનસિક યાતનાઓ ભોગવી રહ્યા જેનું સીધેસીધું કારણ સ્પષ્ટ છે કે, વધારાની કામગીરી. આ વધારાની કામગીરી સામે વધારાનું ભથ્થું કે વળતર ભલે આપવાની જોગવાઇઓ છે પરંતુ સરવાળે એ સત્તાવાળાઓ તરફથી લટકાવેલા ગાજરથી વિશેષ કશું ના કહેવાય.  સરકાર તરફે સત્તાવાળાઓ બધાને એક જ લાકડીએ હાંક મારી ભાગે પડતા દૈનિક ધોરણની જવાબદારી સાથે દર વર્ષે કે ત્રણ ચાર વર્ષે નવાં નવાં ગતકડાં સાથે ચૂંટણીઓ નજીક આવે એટલે નાગરિકોને પણ ઢોલ નગારાં પીટી નવા નુસ્ખે પોતાની તરફેણમાં મતદાન થઈ જાય એમ અઢળક પેંતરા રચતા જાય. વાયદા બજાર ગરમાવે અને ચૂંટણીઓ દરમિયાન સહુ કોઈ સરકારી કર્મચારીઓને વધારાની કામગીરીના સકંજે કસતા જ રહે છે.  

હકીકતમાં 99% કર્મચારીઓ એક હદ કરતાં વધુ કંટાળો અને માનસિક ત્રાસનો અનુભવ કરતા જ રહે છે. સામે પક્ષે સરકાર આંખ આડા કાન કરી સત્તાના મદમાં રાચતા રહે છે.  પ્રતિવર્ષ ચૂંટણીઓ લક્ષી કામકાજ સામે વિરોધ નોંધાવવા સાથે સરકારને કાયમી ધોરણે આવા પ્રકારના ત્રાસ અને અન્યાય સામે સરળ ઉપાય અને બેઉ પક્ષે મન સચવાયેલાં રહે અને જે તે શિક્ષકો અને કર્મચારીઓના દૈનિક કામકાજને નડતર પર લગામ રહે અને છૂટકારો મળી શકે એ માટે ચૂંટણીપંચ જ એક અલાયદું અને બારે માસ ચૂંટણીઓ લક્ષી કામગીરી સરળતાપૂર્વક ચાલતી રહે, વિવાદોનો ઉદ્ભવ જ નહીં થાય એ માટે અલગ વહીવટીતંત્રની રચના કરવી જોઈએ.
પંકજ મહેતા- સોનીફળિયા-સુરત – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top