કિન્નરો આજકાલના નથી. મહાભારત અને રામચરિત માનસમાં પણ તેમનો ઉલ્લેખ છે. કિન્નરો હિન્દુ ધર્મ પાળતા હોય, હિન્દુઓ તેમને માન આપે છે. તેમને અપમાનિત કરવાથી તેઓ શાપ આપી દેશે એવો લોકોને ડર રહેતો હોય છે. તેઓ એમ માને છે કે આપણો વંશ વધવાનો નથી તો શા માટે મહેનત કરવાની, બસ માંગી ખાવાનું. પણ માંગવામાં તેમની જીદ અને દાદાગીરી જોતાં આપણાં મનમાં વિચાર આવે કે કિન્નરો માટે કોઈ નિયમો હોય છે કે નહિ? ધર્મની આડમાં લોકોની ધાર્મિક લાગણીઓનો ખોટો લાભ ઉઠાવે છે. જે ઘરમાં બાળક છોકરો જન્મ્યો હોય તો હજારોની માંગણી કરે છે અને તહેવારમાં ઘર દીઠ ફરજીયાત સો રૂપિયા જ આપવા પડે. કિન્નરો શરીરે તંદુરસ્ત હોય છે, ધારે તો નાનું મોટું કામ કરીને જીવન જીવી શકે. આજકાલ બનાવટી કિન્નરો નીકળ્યા છે, તે ફક્ત પૈસા માંગવા આવતા હોય છે. તેઓ રીતસર ગુંડાગીરી પર ઊતરી આવે છે.
ટ્રેન અને હાઈવેના ટોલટેક્સ પર એ લોકો પોતાનો અલગ ટેક્સ વસુલે છે. ટ્રેનોમાં તેમની દાદાગીરી વધારે હોય છે. ઈજ્જત રાખવા તેમને પૈસા આપી દેવા પડે છે. તેમને ન આપીએ તો ફજેતી કરે છે. તેમના બેન્કમાં ખાતાં હોતા હશે? તેમના પાન કાર્ડ હોતા હશે? આવક કરતાં વધુ પ્રોપર્ટીના નિયમો તેમને લાગુ પડતા હશે? સરકારે આ લોકો માટે કોઈ નિયમો બનાવ્યા નહિ હોય કે તેનો અમલ કરાવી શકાતો નહિ હોય?
સુરત – પ્રવિણ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
