Business

એલ.ઈ.ડી. લાઈટ વાહનોનાં અકસ્માત વધારે છે?

કેટલાક સમય થયા દરેક વાહનોમાં એલ.ઈ.ડી.  લાઈટનો ઉપયોગ શરૂ થયો છે પહેલા સામાન્ય લાઈટમાં સામેથી આવતા વાહનોને જોઇ શકાતા હતા અને જયારથી વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટનો ઉપયોગથી સામેની વ્યક્તિની આંખોએ અંધારા આવી જાય છે. આનુ બાજુનું ધૂંધળું દેખાવા લાગે ચે જેથી રસ્તો પસાર કરનારને પણ કંઇ દેખાતું નથી. જો સામ-સામે એલ.ઈ.ડી.  વાહનો વેગથી આવતા હોય ત્યારે બંને વાહન ચાલકોની આંખની હાલત તિવ્ર પ્રકાશથી આંખો ધૂંધળી થતા. એમને રસ્તા પર દેખાવાની તકલીફ થતા વાહનો અને રસ્તાપર ઉભેલા વ્યક્તિઓનો પણ ભોગ લેવાય છે. જેઓ હાલ વાહનો ચલાવી રહ્યા છે એમને આવો અનુભવ થયાં જ હશે જેથી એલ.ઈ.ડી.  લાઈટ પર પ્રતિબંધ અને જે વાહનો પર હાલ એલ.ઈ.ડી.  લાઈટ છે જેને સમય મર્યાદામાં દૂર થાય એ જરૂરી જણાય છે.

અને પૂર્વ જે બલ્બ વપરાતા હતા તેજ વાહનો પર હોય એ અંગે યોગ્ય થવા જરૂરી છે. હવે વાહનો સળગી જવાની બાબતે સરકારશ્રી તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે ધુમ્મસમાં અકસ્માત ન થાય તે માટે દરેક વાહનોની લાઈટવાહન ચાલુ થતા ચાલુ થાય અને ચાલુ જ રહે. જયાં ધુમ્મસ હોય ત્યાં વિઝન બરોબર ન મળતા વાહન ચાલકે વાહનની લાઈટ ચાલુ કર્યા વિના ચાલે જ નહીં અને ધુમ્મસ કયાં સમગ્ર ભારતમાં અને કાયમી ધોરણે હોય છે? વાહન ચાલે એટલે ગરમ થાય સાથે હેડ લાઈટ ચાલુ હોવાથી એ પણ ગરમ થાય. સામાન્ય 33 સે. થી 35 સે. તાપમાનમાં કયારેક વાયરનાં જોડાણ પીગળી જતા તણખાઝરે અને વાહન સળગી જાય જયારે પણ આવા આદેશ આપવામાં આવે ત્યારે સંપૂર્ણ વિચારણા જરૂરી છે.
અમરોલી  – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગર્વ લેવો કે પછી…
ભીખ માંગવી એ સામાજીક દૂષણ છે. ભિખારી એ મહદંશે ઘૃણાસ્પદ પાત્ર છે. સહુને ક્યારેક તો ભિખારીઓના ત્રાસ, કનડગત, હેરાનગતિ કે અન્ય સારા-નરસાં અનુભવો થયાં જ હશે. વિદેશોની તુલનામાં આપણા દેશમાં ભિખારીનું દૂષણ વ્યાપક છે. એક સમાચાર મુજબ દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતમાં છે. ભરત જૈન નામના આ ભિખારી પાસે મુંબઇમાં પરેલમાં બે બેડરૂમવાળો દોઢ કરોડ રૂપિયાની કિંમતનો ફલેટ છે. ઉપરાંત બે દુકાનો, જેમાંથી તે દર મહિને 30000નું ભાડું વસૂલે છે. તેની કુલ નેટવર્થ 7 કરોડ રૂપિયા છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાનમાં ભીખ માંગી દર મહિને 75000 રૂપિયાની કમાણી કરી લે છે. તેના બાળકો કોન્વેન્ટ સ્કૂલમાં જાણે છે. ભારતની 85 કરોડની જનતાને આ શીખવા જેવું છે, જે મફતના અનાજ ઉપર આધાર રાખે છે. આને માટે આપણે ગર્વ લેવો કે પછી…?
સુરત- કલ્પના વિનોદ બામણીયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top