નવી દિલ્હી (New Delhi): કોરોના મહામારી (Corona Pandemic) પગલે ગત માર્ચ મહિનાથી થંભી ગયેલી પ્રવૃત્તિઓ હવે માંડ માંડ પાટા આવી છે. જણાવી દઇએ કે દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયેલા રસીકરણ (Corona Vaccination Drive) કાર્યક્રમ દરમિયાન અત્યાર સુધી દેશમાં 1 કરોડ લોકોને કોરોના રસીનો ડોઝ અપાઇ ચૂક્યો છે. પણ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના (Union ministry of health and family welfare) આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 13,993 નવા કેસ (New Cases of Corona Virus/ Covid-19) અને 101 મોત (deaths) નોંધાયા છે.
દેશમાં દૈનિક કોવિડ -19 કેસ 23 દિવસ પછી લગભગ 14,000ની આસપાસ થયા છે , છેલ્લા 29 જાન્યુઆરીના રોજ દેશમાં 18,855 કોરોના કેસ નોંધાયા હતા. દેશમાં સતત બીજા દિવસે સક્રિય કેસનો આંકડો ફરી વધ્યો હતો અને હવે તે શુક્રવારથી વધીને 143,127 પર છે.
ભારત વિશ્વનો અમેરિકા પછી બીજો સૌથી ખરાબ અસરગ્રસ્ત દેશ છે, હવે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 10,976,776 પર પહોંચ્યો છે અને 156,240 લોકો અત્યાર સુધીમાં કોરોના વાયરસ રોગનો ભોગ બન્યા છે. આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં નોંધાયેલા 101 મોતમાંથી 44 લોકોનાં મોત મહારાષ્ટ્રના, 15 કેરળના અને આઠ પંજાબના છે. આ સાથે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 51,713, તામિલનાડુમાં 12,451, કર્ણાટકમાં 12,287, દિલ્હીમાં 10,897, પશ્ચિમ બંગાળમાં 10,242, ઉત્તર પ્રદેશમાં 8,712 અને આંધ્રપ્રદેશમાં 7,167 લોકો મૃત્યુ પામ્યા છે.
આરોગ્ય મંત્રાલયે રજૂ કરેલા આંકડા મુજબ સરકારે જાન્યુઆરી 16થી કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો તેમાં શુક્રવારે સાંજ સુધીમાં 10,449,942 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાં 62,95,903 આરોગ્ય સંભાળ કામદારો (Health Workers) છે, જેમણે પ્રથમ ડોઝ લીધો છે, અને 756,942 આરોગ્ય સંભાળ કર્મચારીઓ, આ સિવાય 33,97,097 ફ્રન્ટલાઇન વર્કસનો (Front Line workers) સમાવેશ થાય છે.
જણાવી દઇએ કે આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ રસીકરણ પછી દેશભરમાં 41 લોકોની હાલત ગંભીર થતા તેમને હોસ્પિટલમાં દાકલ કરવાની ફરજ પડી હતી, જેમાંથી 34 લોકોના મોત નીપજ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research – ICMR) એ કહ્યું કે 19 ફેબ્રુઆરી સુધી કોરોના માટે દેશભરમાં 21,02,61,480 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં શુક્રવારે 7,86,618 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.