વર્ષ 1960થી શરૂ થઇને અત્યાર સુધીમાં પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડના જથ્થાનો વૈશ્વિક વૃધ્ધિદર 4 ગણો થયો છે.
વર્ષ 2017માં ગ્રીન હાઉસ વાયુઓના ઇમીશનો વિશ્વભરમાં ત્યાર સુધીના વિક્રમી સ્તરે પહોંચી ગયા હતા. આર્કટીક પ્રદેશ પર વિક્રમી સ્તર સુધી બરફ પીગળી ગયો હતો. આ મુજબની જાણકારી ત્યારે પ્રકાશિત થયેલા ઓગસ્ટ 2, 2018ના રોજના એક અહેવાલ વર્ષ 2017માં હવામાનની સ્થિતિમાં જણાવવામાં આવી હતી. વર્ષ 2017માં વૈશ્વિક સ્તરે કાર્બન ડાયોકસાઇડનું વાતાવરણમાં સંકેન્દ્રણ 405 PPM હતું, જે અત્યાર સુધીમાં કાર્બન ડાયોકસાઇડના માપનનો ઊંચામાં ઊંચો રેકોર્ડ છે, એમ આ અહેવાલ જણાવે છે. તે કાર્બન ડાયોકસાઇડ વર્ષ 2016ના કાર્બન ડાયોકસાઇડના સ્તર કરતાં 2.2 PPM વધારે હતો. તે પાછલાં વર્ષોમાં નોંધવામાં આવેલા કાર્બન ડાયોકસાઇડના જથ્થા કરતાં વધારે છે. વર્ષ 1960થી શરૂ કરીને અત્યાર સુધીમાં નિમ્ન વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડના જથ્થાનો વૈશ્વિક વૃધ્ધિદર 4 ગણો થયો છે!
મેકિસકોએ સતત ચોથા વર્ષે તાપમાન ઊંચું જવા બાબતે રેકોર્ડ નોંધાવ્યો હતો
આ અભ્યાસ સંશોધન જણાવે છે કે બીજા દેશોમાં સ્પેન, આર્જેન્ટીના, ઉરૂગ્વે અને બલ્ગેરીઆએ તેમના વિક્રમસર્જક તાપમાનની જાણકારી આપી હતી. જયારે ઊંચા તાપમાન બાબતે સતત ચોથા વર્ષે મેકિસકોએ તેનો પોતાને રેકોર્ડ તોડયો હતો. વધારામાં જે ભારે પ્રભાવક ગ્રીન હાઉસ વાયુઓ કાર્બન ડાયોકસાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓકસાઇડ વાતાવરણમાં વિમુકત થયા હતા તેમણે પણ નવી વિક્રમી સપાટી આંબી હતી. વળી કૃત્રિમ ઉપગ્રહોના બતાવ્યા પ્રમાણે સતત ચોથા વર્ષે પણ માર્ચ મહિનામાં ઉત્તર ધ્રુવીય સમુદ્રનો આઇસ તેના છેલ્લા 37 વર્ષોના ઇતિહાસમાં નીચામાં નીચા સ્તરે પહોંચ્યો હતો, જયારે પ્રાથમિક માહિતી સૂચવતી હતી કે વિશ્વ વ્યાપી સ્તરે બરફના ચોસલાઓ સતત 38મા વર્ષે તેમનું દળ (તેમનામાં રહેલો દ્રવ્યનો જથ્થો) ગુમાવી રહ્યા હતા. આ અહેવાલની લેટેસ્ટ નકલ ત્યારે રજૂ કરવામાં આવી હતી કે જયારે અમેરિકા આ સીમાચિહ્નરૂપ ‘પેરિસ હવામાન કરાર’માંથી બહાર નીકળી ગયું હતું. આ કરાર પર દુનિયાના 170 દેશોએ પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં આજકાલ જમા થઇ રહેલાં કાર્બનના ઇમીશનોને દૂર કરવા માટે પ્રતિબધ્ધતા દર્શાવી છે.
પ્રત્યેક વર્ષના સપ્ટેમ્બર માસ દરમ્યાન આર્કટીક સમુદ્રનો આઇસ તેના ન્યૂનતમ સ્તરે પહોંચે છે
આજકાલ આર્કટીક (ઉત્તર ધ્રુવીય) સમુદ્રનો આઇસ પ્રત્યેક 10 વર્ષના સમયગાળા પછી 11.5 %ના દરે બરફ ગુમાવી રહ્યો છે. પ્રત્યેક વર્ષના સપ્ટેમ્બર માસ દરમ્યાન આર્કટીક સમુદ્રનો આઇસ તેના ન્યૂનતમ સ્તરે પહોંચે છે. આ કાર્બન ડાયોકસાઇડ એ ગરમીને સપડાવતો ગ્રીન હાઉસ વાયુ છે તે માનવીની પ્રવૃત્તિઓ જેવી કે જંગલોનું વિચ્છેદન, અશ્મિ બળતણોનું દહન, કુદરતી પ્રક્રિયાઓ જેવી કે શ્વસન અને જવાળામુખી વિસ્ફોટને કારણે વાતાવરણમાં વિમુકત થતો વાયુ છે.
સમુદ્રની જળસપાટીનું લેવલ કેમ ઊંચું જઇ રહ્યું છે?
વિજ્ઞાનીઓ જણાવે છે કે સમુદ્રોની જળ સપાટીના સ્તર પ્રતિ વર્ષ 316 Mm.ના દરથી ઊંચું જઇ રહ્યું છે. સમુદ્રની જળસપાટી વધવા પાછળનું કારણ બરફના ચોસલાઓ પીગળવાને કારણે અને હૂંફાળા થતા પાણીના વિસ્તરણને કારણે થાય છે. પૃથ્વીના દક્ષિણ ધ્રુવ (એન્ટાર્કટીકા) અને ગ્રીનલેન્ડમાં જમીન પરથી બરફની પાટો તેમનું દળ (તેમનામાં રહેલો દ્રવ્યનો જથ્થો) ગુમાવી રહી છે. વર્ષ 2002થી આ એન્ટાર્કટીકા પ્રતિ વર્ષ 100 ઘનમીટરના દરે પોતાનો આઇસ ગુમાવી રહ્યો છે.
યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનીનો ગ્યુટરસે કયાં અગત્યનાં સૂચનો કર્યાં?
યુનોના સેક્રેટરી જનરલ એન્ટોની ગ્યુટરસે પ્રત્યેક રાષ્ટ્રને ‘હવામાન આપાતકાલીન પરિસ્થિતિ’ (કલાઇમેટ ઇમર્જન્સી) જાહેર કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે પૃથ્વીના નિમ્ન વાતાવરણમાં વધારે પ્રમાણમાં જમા થઇ રહેલાં કાર્બનના ઇમીશનોને દૂર કરવા માટે ઘનિષ્ટ પ્રયત્નો થવા જોઇએ અને આર્કટીક પ્રદેશના બરફને પીગળતો અટકાવવા માટે તમામ બનતા પ્રયત્નો હાથ ધરવા જોઇએ. યુરોપીયન યુનિયન વર્ષ 2020થી તેના કાર્બનના ઇમીશનો અટકાવવા માટે યોગ્ય રસ્તે આગળ વધી રહ્યું છે અને તે વર્ષ 2050 સુધીમાં ‘નેટ ઝીરો કાર્બન’ બનવા માંગે છે. UKએ દર્શાવેલી આટલી જ પ્રતિબધ્ધતા આજકાલ સરેરાશ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને 1.5 અંશ સે.ની મર્યાદામાં રાખવા માટે યોગ્ય રસ્તે અને પર્યાપ્ત જ છે. આવા સંજોગોમાં નિમ્ન પ્રમાણમાં કાર્બન ઉત્પન્ન કરતા સ્ત્રોતો જેવા કે સૌર ઊર્જા, પવન ઊર્જા અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી તરફ જવું જોઇએ. આ મુજબનાં સૂચનો યુનોના સેક્રેટરી જનરલ એન્ટોનીઓ ગ્યુટરસે રજૂ કર્યા હતા.
એશિયા પેસિફિક વિસ્તાર સક્ષમ અને નિમ્ન કાર્બન ટેકનોલોજીઓ તરફ આગળ વધી રહ્યો છે.
યુનોના સામાજીક અને આર્થિક બાબતોના એશિયા અને પેસિફિક કમિશનના મંતવ્ય પ્રમાણે હાલની ઊર્જાની માંગે અશ્મિ બળતણોને અસર કરી છે. ઓઇલ અને કુદરતી ગેસના ભાવ નીચે ઉતર્યા છે. પૂન: પ્રાપ્ય ઊર્જાના વિકાસથી મુખ્યત્વે અશ્મિ બળતણોને અસર પહોંચી છે. વર્ષ 2020માં ચીન અને ભારતમાં પૂન: પ્રાપ્ય ઊર્જાનો વિકાસ ઝડપી ગતિએ આગળ વધ્યો છે. એશિયા પેસિફિક વિસ્તાર સક્ષમ અને નિમ્ન કાર્બન ટેકનોલોજીઓ તરફ આગળ વધી રહ્યો છે. જો દેશો અશ્મિ બળતણો જેવા ઉદ્યોગો તરફ કેન્દ્રિત થાય તો આપણે આવનારી પેઢીઓ માટે આવશ્યક અને અગત્યના લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. ઊર્જા ક્ષેત્રો માટે ભવિષ્યના સ્વચ્છ ઉદ્યોગો સાથે જોડાણ કરવાની વિવિધ તકો છે. કેટલાકે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પુન: પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને કોલસાનો ઉપયોગ બંધ કરીને કાર્બન તટસ્થ બનવાની જાહેરાત કરી છે. આપણે આધુનિક ઊર્જા તમામ લોકોને પ્રાપ્ય બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને સાતત્યપૂર્ણ ઊર્જા તરફ પ્રસ્થાન કરીને હાલની પ્રણાલીને કાર્બનથી મુકત કરવી જોઇએ.