સુરત: (Surat) વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલનું સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) – આજે એક સન્માન સમારંભમાં 377 વિદ્યાર્થિનીઓને (Students) બેટી પઢાઓ સ્કોલરશિપ એનાયત કરી છે. વિમ વેન ગર્વન, ડાયરેક્ટર-વીપી ઓપરેશન્સ, આશુતોષ તેલાંગ, ડાયરેક્ટર- વીપી-એચઆર-એડમિન, કેઈજી કુબોટા, ડેપ્યુટી ડાયરેક્ટર – એચઆર-એડમિન, ડો.અનિલ મટૂ, હેડ–એચઆર ઓપરેશન્સ, આઈઆર, એડમિનિસ્ટ્રેશન, સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા અને ડો. વિકાસ યાદવેન્દુ, હેડ – સીએસઆરની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલિપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, મંત્રી મુકેશ પટેલ, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ પો.કમિ. અજય તોમર દ્વારા કરવામાં આવ્યું હતું. બાદમાં મુકેશ પટેલ અને સંદીપ દેસાઈના હસ્તે વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી.
દિલિપ ઓમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ જણાવ્યું કે, “આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીનીઓને તેમની શૈક્ષણિક આકાંક્ષાઓને આગળ વધારવના માર્ગ તરીકેની ભૂમિકા ભજવશે. આ પહેલ તેમને શિક્ષણના પથ પર ટકાવી રાખવા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે રાષ્ટ્રને સશક્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભારતભરમાં અમારા ઓપરેશનલ વિસ્તારોની આસપાસના લાયક ઉમેદવારોને ટેકો આપવા માટે આવી વધુ શિષ્યવૃત્તિઓ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું.”
પાર્ટનરશીપ અંગે વાત કરતાં ગોપાકુમાર ટી.એન, ચીફ બિઝનેસ ઓફિસર, પ્રોટેઈન ઈગવર્નમેન્ટ ટેકનોલોજી એ જણાવ્યું કે, “અમે એએમ/એનએસ ઇન્ડિયા સ્કોલરશીપ ડિલિવરી પ્લેટફોર્મમાં ભાગીદારી કરતાં આનંદ અનુભવીએ છીએ. પ્રોટેઈન વિદ્યા સારથી નો ઉદ્દેશ ભારતના લાખો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સ્કોલરશીપ ઉપલબ્ધ કરવાનો છે. પ્રોટેઈન ખાતે અમે વસ્તી માટે વ્યાપકપણે અમારું મિશન હાથ ધરીને સામાજિક અને નાણાંકીય સમાવેશ માટે સમર્પિત છીએ. આ સહયોગ અમારી મજલનું નોંધપાત્ર સિમા ચિહ્ન બની રહેશે.” હજીરામાં 322 વિદ્યાર્થીનીઓ ઉપરાંત ઓડીશા, વિશાખાપટ્ટનમ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં પણ આ યોજના હેઠળ સ્કોલરશીપ એનાયત કરવામાં આવશે.