સુરત શહેરમાં દિન પ્રતિ દિન એક ક્યુ આઈ નો આંક ધીમે ધીમે ખૂબ ઊંચે જઈ રહ્યો છે વૈશ્વિક મહામારી ઈરાન ઇઝરાયેલ અમેરિકાના યુદ્ધ ના કારણે પણ ગ્લોબલ વોર્મિંગ નું પ્રમાણ ઊંચું જઈ રહ્યું છે સુરત શહેરમાં મેટ્રોના આયોજનના કારણે ઘણા વૃક્ષોનું નિકંદન નીકળી ગયું રોડ સાઈટ પ્લાન્ટેશન કર્યા બાદ પૂરતી કાળજી ન લેવાને કારણે સો ટકા રિઝલ્ટ મળતું નથી શહેરમાં બનતા નવા શોપિંગસેન્ટર,શોપિંગ મોલ, એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સ બનવાને કારણે ખુલી જગ્યામાં આવેલા મોટા ઘટાદાર વૃક્ષોનું બે રહેમી પૂર્વક નિકંદન કરવામાં આવે છે શોપિંગ મોલ કોમ્પ્લેક્સ રહેઠાણ વિસ્તાર ની સામે આવેલા વૃક્ષ નો કચરો પડવાને કારણે વૃક્ષો કાપવામાં આવે છે જેને કારણે હવામાં પ્રદૂષણ વધે છે અને હવા અશુદ્ધ બને છે એક ક્યુ આઈ નું પ્રમાણ વધતું જાય છે.
ગરમી ના કારણે સુરત શહેરનું તાપમાન 42 ડિગ્રી થી ઉપર જઈ રહ્યો છે અને વાતાવરણ ખૂબ જ અશુદ્ધિ થઈ રહેલ છે હાલમાં સુરત શહેરમાં મેટ્રો ટ્રેન નું કામ લગભગ પૂર્ણતાને આરે આવેલું છે મેટ્રો રેલના નીચે ડીવાઇડર બનાવવાનું કામ ચાલુ છે જો આ ડિવાઈડરની આજુબાજુ ( પાલ પાલનપુર રોડ પર કરવામાં આવેલ વિનિયર ગાર્ડનના આયોજન મુજબ નું) વિનિયર ગાર્ડન નું પ્લાનિંગ કરવામાં આવે અને નાના મોટા વૃક્ષો ઉછેરવામાં આવે તો સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ ઘટે, પ્રદુષણ ઘટે, સુરત શહેરના નાગરિકોને શુદ્ધ હવા અને સારામાં સારું વાતાવરણ મળે, શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય મા. કમિશનર શ્રી, માનનીય વહીવટદાર સાહેબ શ્રી ને આ બાબતેયોગ્ય પગલાં ભરવા વિનંતી
– મુકેશ લાલવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.