Charchapatra

દર અઠવાડિયે શિક્ષકોનું થતું સન્માન આવકાર્ય

વિશ્વબંધુત્વની લાગણી, શિક્ષણ, સંસ્કાર, બાળકોને ગળથૂથીમાં આપવાના એક વિશિષ્ટ ભાગરૂપે શાળાઓથી અને પેરેન્ટિંગની ભાવના સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી કલબ ઓફ સુરત (ઇસ્ટ) શહેરની શિક્ષણ સંસ્થાઓમાં જઇ દર અઠવાડિયે એક શિક્ષકનું સન્મન કરશેનો નિર્ણય આવકાર્ય અભિનંદનીય છે. બાળકોમાં વધતી જતી આત્મહત્યા, ડ્રગ્સનું સેવન, વધુ પડતો થતો મોબાઇલ, વોટસઅપનો ઉપયોગ, ભૂંસાતી જતી શારીરિક રમતો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે પડતો જતો મોટો જનરેશન ગેપ, વિદ્યાર્થિનીઓની થતી મશ્કરી, ગુટકાનું થતું સેવન, વડીલો, માબાપ પ્રત્યેનું વર્તન, મોડા ઊઠવું, આળસ વગેરે બાબતો ચિંતાજનક છે.

વાલી અને શિક્ષક મિત્રો વચ્ચે વિશ્વાસ આત્મીયતા કેળવાય તેવા ઉમદા હેતુસર થયેલ ઉપરોકત અભિયાન સમયસરનું છે. તાજેતરમાં શિક્ષક દેવો ભવ: પ્રેમલ પ્રવૃત્તિના ભાગરૂપે સુરતના સેવાભાવી સંનિષ્ઠ વિદ્યાર્થી પ્રિય શિક્ષિકાબેનનું મોમેન્ટો, એવોર્ડ આપી સન્માન કરાયું. બહુધા તમામ સમસ્યાનો ઉકેલ શિક્ષક ધારે તો વર્ગખંડમાં માર્ગદર્શન પ્રેરણા આપી કરી શકે છે. અન્ય એનજીઓ સેવા સંસ્થાઓ એમને અનુસરે.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

કરો કરચોરી જમો કચોરી પેટ ભરી
સૂરતનું જમણ ને કાશીનું મરણવાળી ઉકિત ભકિતની યુકિત બનીને ગ્લોબલની સાથે વર્લ્ડ હેરિટેજ સમાન બની છે. તેના માનમાં અયોધ્યાના રામના વિવાહ જોવા ખુદ કાશીના વિશ્વનાથ શીવજી ગયા હતા તે હવે રામમંદિરને પણ જોશે ત્યારે એટીએમ એસજીએસટીની ચોરીના રૂપિયાથી ભરેલું હશે તેમાં સૂરતી કરચોરોનો સિંહ ફાળો હવે ખાનગી ન રહેતા વાયરલ બની ગ્લોબલ થયો છે. હે માં તાપી!
ધરમપુર           – ધીરૂ મેરાઇ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top