ગાંધીનગર: રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની (Rajkumar) નિમણૂંક કરવામાં આવી છે. રાજકુમાર 1987 બેચના IAS ઓફિસર છે અને તેઓ હાલમાં ગૃહ વિભાગ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે. તમને જણાવી દઈએ કે મુખ્ય સચિવ પંકજ કુમાર (Pankaj Kumar) આ મહિનાના અંતમાં નિવૃત થશે. ત્યાર બાદ રાજકુમાર મુખ્ય સચિવ (Chief Secretary) તરીકે ફરજ બજાવશે.
રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ પંકજ કુમાર 1986 બેચના IAS ઓફિસર છે તેઓ 2022માં જ નિવૃત થયા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 જાન્યુઆરી 2023 સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. 31 જાન્યુઆરી તેમનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી તેમના પદ માટે રાજકુમારને નિમણૂંક કરવામાં આવ્યા છે.
મુખ્ય સચિવના પદ માટે આ નોમો પણ હતા મોખરે
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલા સમયથી મુખ્ય સચિવ પદ કોણ બનશે તે અંગે ઘણા નામો ચર્ચાયા હતા. મુખ્ય સચિવ પદ માટે ઘણા વરિષ્ઠ IAS અધિકારીઓના નામ સામે આવ્યા હતા. જેમાં ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમારનું નામ મોખરે હતું. આ સાથે જ એસ. અપર્ણા, બી.બી શ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં હતું.
જોણો કોણ છે નવા મુખ્ય સચિવ?
નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયેસ રાજકુમાર મૂળ ઉત્તર પ્રદેશના બદાઉનના છે. તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે. રાજકકુમારે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આ સાથે જ તેમણે ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. એક વર્ષ પહેલા તેમને ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી. આ પહેલા ડેપ્યુટશન પર દિલ્હી ખાતે ફરજ બજાવતા હતા.
27 ઓગસ્ટ 2021ના રોજ રાજ્ય સરકારે 1986ના બેચના IAS ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી. અનિલ મુકીમની જગ્યાએ તેમને ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. 2022માં પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થયો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો હતો. તેથી 31 જાન્યુઆરી 2023ના રોજ તેઓ નિવૃત થઈ રહ્યા છે. પંકજ કુમાર 25 ઓગસ્ટ 1986ના રોજ IAS તરીકે વરણી થઈ હતી. મૂળ પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે 15 જુને 2017નો રોજ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી.