સુરત(surat) : શહેરના વરાછા વિધાનસભાના (Varacha Assembly) ધારાસભ્ય કુમાર કાનાણી (MLAKumarKanani) વિરુદ્ધ ટ્રાફિક ડીસીપીને (TrafficDCP) અરજી કરાતા ચર્ચાની વિષય બન્યો છે. જયેશ ગુર્જર નામના ટ્રાફિક બ્રિગેડના (TRB) જવાનને ખખડાવવાના કેસમાં અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય બાઇક ચલાવતી સમયે હેલ્મેટ પહેર્યો ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત TRB જવાનને મારવાની પણ ધમકી આપી હતી.
કુમાર કાનાની એ કહ્યું હતું કે, પોલીસ પોલીસ નું કામ કરશે, મેં કોઈ ને ધમકાવ્યા નથી. માત્ર ટ્રાફિક બાબતે કહ્યું હતું. પોલીસની કાર્યવાહીમાં સહકાર આપીશ. TRB જવાનનો એ વીડિયો સમગ્ર દુનિયાએ નિહાળ્યો હોવાનું પણ ધારાસભ્યએ કહ્યું હતું.
કુમાર કાનાનીએ કહ્યું હતું કે વાત એક સપ્તાહ પહેલાની છે. મિનિબજાર પાસે સૌથી વધુ ટ્રાફિક જામની પરિસ્થિતિ રહેતી હોવાથી ફરજ પર હાજર ટીઆરબી જવાનને જાહેરમાં જ કામગીરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક નિયમોને લઈ TRB જવાન સાથે વાતચીત થઈ હતી. તેમની સાથે તેમના પત્ની પણ હતા. છાસવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ અંગે લોકોએ ધારાસભ્ય રજુઆત કરતા પણ દેખાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે હા મારી વિરુદ્ધ DCP ત્રાફિક ને અરજી કરાઈ હોવાનું મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આવ્યું છે. મેં કાંઈ ખોટું કર્યું નથી. જે કાંઈ ઘટના બની છે એ લોકોએ જોયું છે. પોલીસ નિતીનિયમ મુજબ કામ કરશે, જે વિડીયો વાઇરલ થયો છે એ ની હકીકત બધા જાણે છે સત્ય કઈ છૂપું રહેવાનું નથી. એક TRB જવાનની ચૂક લોકો એ જોઈ છે. પોલીસ જે કઈ કાર્યવાહી કરે એનો મને વાંધો પણ નથી.
હેલ્મેટ પહેર્યા વિના રોંગસાઈડ મોપેડ ચલાવનાર ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરો: અરજદાર
જયેશ ગુર્જર (અરજદાર) એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હા મેં અરજી કરી છે. બે-ચાર દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાની એક TRB જવાનને ખખડાવી રહ્યા હતા. જોકે એ ઘટનામાં તેઓ પોતે રોંગસાઈડ પર હતા. હેલ્મેટ નથી પહેર્યું, અને TRB જવાનને કાયદાના પાઠ ભણાવી રહ્યા હતા એ કેટલું યોગ્ય છે. એ બાબતે મેં અરજી માં સ્પષ્ટ લખ્યું છે કે લોકપ્રતિનિધિનો વાઇરલ થયેલા વિડીયો ના CCTV ચેક કરવામાં આવે તેમજ રોંગ સાઈડ પર હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, તો દંડ સહિત ની કાર્યવાહી કરવામાં આવે એવી DCP ટ્રાફિકને વિનંતી કરી છે.