વડોદરા: કોરોનાનું સંક્રમણ ઘટતા કોલેજોમાં ઓફ લાઈન વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપ્યા બાદ ગાઈડ લાઈન મુજબ ઓફ લાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.યુનિ.ની મોટાભાગની ફેકલ્ટીમાં ઓફ લાઈન વર્ગો શરૂ થયા છે પરંતુ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ખાતે ઓફ લાઈન વર્ગોની શરૂઆત થઈ ન હોવાથી ફેકલ્ટીના વિધાર્થી સંગઠન વિધાર્થી વિકાસ સંઘ દ્વારા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને ફેકલ્ટીમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવાની માગ સાથે આવેદપત્ર આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીમાં હજી સુધી ઓફ લાઈન વર્ગો શરૂ થયા નથી.
વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા વિદ્યાર્થિઓને શિક્ષણ મેળવવા માં પડતી મુશ્કેલી લઈને ઓફલાઈન વર્ગો શરૂ કરવાની માંગ કરવામાં આવી ઉપરાંત હજી સુધી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર ન કર્યા હોવાથી વહેલામાં વહેલી તકે પરિણામો જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવવી હતી. યુનિ.ના રજીસ્ટ્રાર ડો.કે. એમ. ચુડાસમા એ આ મામલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ફેકલ્ટી ના ડીન ને આ અંગે સુચનાઓ આપીને ઓફ લાઈન વર્ગો શરૂ કરવામાં આવતી અડચણો દૂર કરી ને વર્ગો શરૂ કરાશે.તેમજ જે વિધાર્થીઓના ત્રીજા વર્ષના પરિણામો બેકલોગ, ટેક્નિકલ ખામીને કારણે કે અનફેરમિન્સ મામલે જાહેર નથી કરાયા તેમના પરિણામો જાહેર કરવા પરીક્ષા વિભાગને જાણ કરીને જાહેર કરાશે તેવી ખાતરી આપી હતી.