Vadodara

છોટાઉદેપુરમાંથી પસાર થતા કોતર ઉપરના બાંધકામને અટકાવવા કલેકટરને આવેદનપત્ર

છોટાઉદેપુર: છોટાઉદેપુર સીટી સરવે નંબર ૧૯૧૨ની જમીન ઉપર અલીરાજપુર છોટાઉદેપુર નેશનલ હાઇવે રોડને અડીને ગુરૂ ક્રૃપા સોસાયટી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ,દવાખાના તેમજ કોમર્શિયલ દુકાનો આવેલ છે સદર સી.એસ.ટી. સરવેનંબર ૧૯૧૨ વાળી જમીન માંથી રજવાડા સમયથી આ વિસ્તાર ના વરસાદી પાણી તેમજ નગરની ગટર લાઇનો  ના પાણી ના નિકાલ માટે કોતર પસાર થાય છે આ કોતર ઉપર હાઈવે રોડ થી સોસાયટીમાં પસાર થવા માટે રજવાડા સમયથી મહારાજા સાહેબે આ નાળુ બનાવ્યું હતું આ પાણીના નિકાલ વાળા કોતર ઉપર જ્યાં નાળું પસાર થાય છે તે ખુલ્લી સરકારી જગ્યા ઉપર કેટલાક ઇસમો દ્વારા બાંધકામ કરવા માટે ખોદકામ કરતા હતા તે સમયે સ્થાનિક લોકો દ્વારા પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે અહીંયા અમો દુકાનો નુ બાધ કામ કરીએ છીએ.

જેથી સ્થાનિક લોકોએ આ કામ બંધ કરી દેવા જણાવવા છતાં બાંધકામ બંધ નહીં થતા ગુરૂકૃપા વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા સિટી સરવે નંબર 19 12 વાળી જમીન વરસાદી પાણી તથા ગટરના પાણીના નિકાલ વાળા કોતરની સરકારી જગ્યા ઉપર કરવામાં આવેલ બાંધકામને તાત્કાલિક તોડાવી નાખવા અને કરવામાં આવનાર બાંધકામ સામે મનાઇ હુકમ આપવા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે.

Most Popular

To Top