Madhya Gujarat

હેડ કલાર્કની ભરતીમાં પેપર લીક થવાના સંદર્ભે મામલતદારને આવેદનપત્ર

       કાલોલ: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલી હેડ ક્લાર્કની ભરતી માટે લેખીત પરીક્ષા લેવા બાબતે પ્રશ્ન પત્ર લીક થયું હોવાનું બહાર આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઇ બારીયા સહિત  કાલોલમાં તાલુકા પ્રમુખ અજયસિંહ ચૌહાણ,પંચમહાલ જિલ્લાના લઘુમતી મોરચાના મહામંત્રી મુસ્તાકભાઇ શેખ  કાલોલ તાલુકા-શહેરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને જણાવ્યું છે કે,આ પશ્ન પત્ર લીક થવાના સંદર્ભે તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભારે માંગ કરવામાં આવી છે.ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં અનેક પ્રકારની ભરતી પ્રક્રિયામાં પેપર લીક થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે પરંતુ તેની ઉપર કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા હોય તેવું અત્યાર સુધી જાણવા મળ્યું નથી.

ગુજરાતમાં લાખો યુવાનો વિવિધ પ્રકારની ભરતી માટે તન, મન અને ધનથી તૈયારી કરતા હોય છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ કે સરકાર દ્વારા ભરતી પ્રક્રિયામાં બેદરકારી રાખી વ્હાલા દવલાઓને નોકરી અપાવવા લેખીત પરીક્ષામાં  ગેરરીતિ કરવાના કિસ્સા છાસવારે બનતા આવ્યા છે અને લાખો યુવાનોને અન્યાય કરાય રહ્યો છે ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Most Popular

To Top