SURAT

એપલ આઈ ફોનના પાર્ટ્સ હવે સુરતની એન્જિનિયરિંગ કંપની બનાવશે

સુરત: ચાઈનીઝ કંપની (Chinese Company) સાથેનો કરાર (Agreement) પૂરો થયા પછી વિશ્વની સૌથી મોટી આઈ ફોન (I Phone) ઉત્પાદક કંપની એપલે (Apple) આઈ ફોનના પાર્ટ્સ (Parts) બનાવી સપ્લાય કરવા માટે જાહેર કરેલું ટેન્ડર (Tender) મૂળ સુરતની નેચરલ અને હવે લેબગ્રોન ડાયમંડ (Lab grown Diamond) બનાવવામાં અગ્રેસર કંપનીની સિસ્ટર કન્સન એન્જિનિયરિંગ (Engineering ) કંપનીને મળ્યું છે. હવે એપલ આઈફોનના પાર્ટ્સ સુરતમાં બનશે. લાલ દરવાજા જૂની નટરાજ ટોકીઝ પાસે ડાયમંડ કંપનીનું સંચાલન કરનાર હીરા ઉદ્યોગના (Diamond Insutry) સૌથી ભણેલા વ્યક્તિ તરીકે જાણીતા આ હીરા ઉદ્યોગકારની એન્જિનિયરિંગ કંપનીએ એપલના પાર્ટ્સ બનાવવા 1000 કરોડનાં એમઓયુ કર્યાં છે.

અગાઉ એપલ આઈ ફોનના પાર્ટ્સ ચીનની કંપની બનાવતી હતી. થોડોક સમય હરિયાણાના ગુડગાવની કંપનીમાં પણ ચાઈનીઝ કંપનીનાં જોડાણ સાથે બનતાં હતાં. હીરા ઉદ્યોગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ મહિના ચાલેલી ટેન્ડર પ્રક્રિયામાં જે કંપનીઓ ક્વોલિફાઇ થઈ હતી. એમાં સુરતની કંપની પણ સમાવેશ પામી આખરી પ્રક્રિયામાં ટેન્ડર મેળવવા સફળ રહી છે. આ કંપની એપલના પાર્ટ્સ જેવા કે સ્ક્રીન સ્પેર ટૂલ્સ, સ્માર્ટ ફોન રિપેર ટૂલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ ટૂલ્સ, ફોન ટૂલ્સ કિટ્સ સહિતની વસ્તુઓ બનાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એપલ કંપની સાથેના આ સોદાની વાતની ખૂબ ગુપ્તતા જાળવવામાં આવી હતી, પણ નિષ્ણાત એન્જિનિયરોની શોધ કરવામાં આવતાં આ વાત બહાર આવી હતી. જો કે, સુરતની એન્જિનિયરિંગ કંપનીએ કોઈપણ પ્રકારની માહિતી બે કંપની વચ્ચેના કરાર મુજબ જાહેર કરવા ઇન્કાર કર્યો છે.

અમેરિકાની ચીન વિરોધી નીતિના પગલે એપલ કંપનીએ ભારત તરફ નજર દોડાવી
અમેરિકન (America) કંપની Apple ફરી ચીનને (China) ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ કંપનીએ ચીનમાં આઇફોનનું (iPhone) ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. આવનારા સમયમાં મોટાભાગનું ઉત્પાદન ભારતમાં (India) થશે. ત્યારે હવે કંપની એરપોડ્સ (Air Pods) અને બીટ્સ હેડફોનનું (Beats headphones) ઉત્પાદન પણ ભારતમાં ખસેડી શકે છે. મળતી માહિતી અનુસાર Appleએ સપ્લાયર્સને એરપોડ્સ અને બીટ્સ હેડફોન્સનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવા કહ્યું છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આઈફોન બનાવતી ફોક્સકોન ભારતમાં જ બીટ્સ હેડફોન બનાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલા અમેરિકાએ ચીનમાં એપલનું ઉત્પાદન ઘટાડવાની વાત કહી હતી. આ સાથે જ ભારતમાં iPhone14નું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે.

એરપોડ્સનું ઉત્પાદન પણ કરી શકાય છે
એવું માનવામાં આવે છે કે હવે ભારતમાં એરપોડ્સ પણ બનાવવામાં આવશે. એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આવું થાય છે તો તે ભારત માટે મોટી જીત હશે કારણ કે તેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધારો થશે. રિપોર્ટ અનુસાર, લક્સશેર પ્રિસિઝન ઇન્ડસ્ટ્રી, જે હાલમાં ચીન અને વિયેતનામમાં એરપોડ્સનું ઉત્પાદન કરે છે, તે એપલને લોકપ્રિય વાયરલેસ ઇયરફોન બનાવવામાં મદદ કરવા જઈ રહી છે. જોકે. ફોક્સકોને આ અંગે કોઈ માહિતી આપી નથી.

તમને જણાવી દઈએ કે એપલે ભારતમાં વર્ષ 2017માં નાના સપ્લાયર વિસ્ટ્રોન સાથે આઈફોનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. કંપનીની લેટેસ્ટ iPhone 14 સિરીઝનું ઉત્પાદન પણ દેશમાં જ થશે. તેનું ઉત્પાદન સ્થાનિક અને વૈશ્વિક બજારો માટે કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ કંપની ભારતમાં ઉત્પાદન કરવા અને સ્થાનિક બજારની સપ્લાયને પૂરી કરવાનું વિચારી રહી હતી. પરંતુ, હવે કંપની ભારતને ઉત્પાદન આધાર બનાવવા પર કામ કરી રહી છે. આ સાથે દેશમાં બનતા ઉત્પાદનોને યુરોપ અને અન્ય બજારોમાં પણ નિકાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કંપનીના આ પગલાથી ચીન મોટો ઝટકો લાગી શકે છે અને તેના બજાર પર પણ આની અસર દેખાઈ શકે છે.

Most Popular

To Top