બાલાસિનોર, તા.9
કેડીસીસી બેંક દ્વારા બેંકની વિવિધ ગ્રાહક લક્ષી યોજનાઓ તથા આત્મનિર્ભર રોજગાર યોજના અંતર્ગત બેંકના ચેરમેન તેજસભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર મુકા શિબિરનું અયોજન કરવામાં આવ્યું હતું.
બેંકના ચેરમેન તેજસભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પશુપાલકો તથા ખેડૂતોને વિવિધ ગ્રાહકલક્ષી યોજનાઓ તથા આત્મનિર્ભર રોજગાર યોજનાની વિશિષ્ટ સમજૂતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા
શિબિરમાં બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ પાઠક(પપ્પુભાઈ પાઠક),અમૂલ ડેરીના ડિરેક્ટર શાયભેસિંહ સાથે કેડીસીસી બેંકના ડિરેક્ટર્સ બાબરસિંહ ચૌહાણ, છત્રસિંહ વાઘેલા તથા ભરતભાઈ પટેલ તથા તાલુકાના અન્ય સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરને વિશેષ સંબોધન કરતા બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ દ્વારા ખેડૂતો, પશુપાલકો યુવાનોને આત્મનિર્ભરનો સાચો અર્થ સમજાવ્યો હતો. સાથો-સાથ દેખાદેખીના યુગમાં એકબીજાની હરીફાઈ કરીને બેન્કમાંથી લોન લઈને ખોટા સાધન વસાવવાની જગ્યાએ બેંક માંથી લીધેલા નાણાંનો ઉપયોગ નાનો મોટો ધંધો કરી આત્મનિર્ભર બનવા માટે રજુઆત કરી હતી.કેડીસીસી બેન્કમાંથી ઓછા વ્યાજ દરે વિવિધ ધિરાણ યોજનાઓ જેવી કે પશુપાલન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આત્મનિર્ભર રોજગાર યોજના, ઘર ઘર કેડીસીસી યોજના, દુધાળા જાનવર ખરીદવા જેવી અનેક યોજનાનો લાભ મેળવવા માટેની વાત કરી હતી. સાથો-સાથ વ્યક્તિગત તથા મંડળીને બેંકની સોલાર રુફટોપ યોજનાનો લાભ લઇ 25 વર્ષ સુધી વીજળી ભરવામાંથી મુક્તિ મેળવી તેમાંથી બચતા નાણાંનો ઉપયોગ સભાસદોના આર્થિક કલ્યાણ માટે થાય તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી.
દરેક ખેડૂત પોતાના પાકનું વેચાણ “ઉપજાવ એપના” ડિજિટલ માધ્યમથી કરી વચેટિયાઓ થી છુટકારો મેળવી ખેડૂત પોતે જ સીધો વેપારી ને માલ વેચી વધુ ઉપજ મેળવે તેની પણ વિશિષ્ટ વાત કરી હતી.
આ ઉપરાંત પશુપાલકોને પણ વધુ ગાય-ભેંસની ખરીદી કરવા માટે સરકારશ્રીની સબસીડી વાળી યોજનાઓનો બેંકના ધિરાણ થકી લાભ મેળવવા માટેની વાત કરી હતી તેમજ જે પશુપાલકોનું બે વર્ષનું દૂધ બોનસ વિસ હજાર રૂપિયાથી વધુ છે તેવા પશુપાલકોને બેંક દ્વારા વિશેષ ક્રેડિટ કાર્ડ આપી શાહુકારો કે વ્યાપારી પાસેથી ઉંચા ભાવે કે ઉધાર ભાવેથી વસ્તુ ન ખરીદતા બેંકે આપેલા ક્રેડિટ કાર્ડથી જ ચીજવસ્તુની ખરીદી કરવા તથા ખોટા આર્થિક શોષણથી બચવાની પણ વિશેષ રજુઆત કરી હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં સેવા સહકારી મંડળીના ચેરમેન, સહકારી આગેવાનો, ગ્રામજનો તથા બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતોને લોન લઇ ખોટા સાધનો ન વસાવવા અપીલ
By
Posted on