સુરત: સુરતમાં (Surat) માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે (Police) મિશન આરોપી સરઘસ (Mission Aaropi Sarghas) હાથ ધર્યું છે. આરોપીઓના (Accused) જાહેરમાં કાઢવામાં આવતા સરઘસ બાદ લોકોનો પોલીસ પર વિશ્વાસ વધી રહ્યો છે. પોલીસના હાથે પકડાતાં જ જાહેરમાં મારામારી કરનારા તત્વો હવે બે હાથ જોડીને લોકોની માફી (apology) માગતા પણ દેખાય રહ્યા છે. ગોડાદરામાં જાહેરમાં હુમલો (Attack) કરી દહેશત ફેલાવનારનું પોલીસે સરઘસ કાઢ્તા લોકોના મોઢે સ્મિથ જોવા મળ્યું હતું. એટલું જ નહીં પણ માથાભારે ઈસમ બે હાથ જોડી માફી માગતા જોઈ લોકોએ પોલીસનો આભાર (Thanks) માની રહ્યા છે.
- માથાભારે ઈસમ બે હાથ જોડી માફી માગતા જોઈ લોકોએ પોલીસનો આભાર માની રહ્યા છે
- પોલીસે લોકોના મનમાંથી માથાભારે તત્વોનો ભય કાઢવા આરોપીઓનું સરઘસ કાઢ્યું
- માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે મિશન આરોપી સરઘસ હાથ ધર્યું
- ગોડાદરામાં થયેલા હુમલા બાદ આરોપીઓ ફરાર હતા, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને જેલભેગા
સુરત પોલીસ દ્વારા ગોદાડરા માં માથાભારે એક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જૂની અદાવતમાં ત્રણ યુવકોએ મળી ડબ્બુ નામના યુવક પર હુમલો કરી તલવાર જેવા ધારદાર હથિયારો સાથે ડબ્બુ પર તૂટી પડ્યા હતા. હુમલામાં ડબ્બુને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મોડી રાત્રે થયેલા હુમલા બાદ આરોપીઓ ફરાર જતા ગણતરીના કલાકોમાં ગોડાદરા પોલીસે આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા. આ યુવાનો તેના વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા હતા.
પોલીસે લોકોના મનમાંથી માથાભારે તત્વોનો ભય કાઢવા આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. એટલું જ નહીં પણ પોલીસની ખાખી વરદી સામે આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માગી હતી. ગોડાદરા વિસ્તારના લોકોએ પોલીસની આ કામગીરી બિરદાવી હતી સાથે જ આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.