Trending

આ સમુદ્રી જીવને જેણે પણ જોયું તે રહી ગયું સ્તબ્ધ…

દરિયાની ઊંડાણમાં જુદા જુદા જીવો વસે છે. સમુદ્રની અંદરનું જીવન અને કિનારા પર મરણ એજ આ જીવોનું સત્ય છે, દરિયાના અંધારા ઊંડાણમાં કેટલા રહસ્યો છે એનાથી આજનો મનુષ્ય ઘણે અંશે અજાણ છે, છતાં હવે પૃથ્વીના ખૂણે ખૂણે મનુષ્યની પહોંચ છે, તેથી ક્યારેક આ જીવો મનુષ્યોની નજરે પડે છે. ઘણીવાર કેટલાક વિચિત્ર જીવોની તસવીરો(images) પણ સોશિયલ મીડિયા(social media) પર વાયરલ(viral) થઈ જાય છે, જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તાજેતરમાં ઉત્તર એટલાન્ટિકની(North Atlantic) સપાટી પર એક સનફિશ(sunfish) તરતી જોવા મળી છે. માછલીનો(fish) મૃતદેહ સપાટી પર તરતો જોવા મળ્યો હતો. આ મહાકાય(gigantic) માછલીએ નવો વર્લ્ડ રેકોર્ડ(world record) બનાવ્યો છે.

ત્રણ ટનની વિશાળકાય માછલી
ત્રણ ટનની આ વિશાળ માછલી પોર્ટુગલના દરિયા કિનારેથી મળી આવી છે. નિષ્ણાંતોનું એવું માનવામાં આવે છે કે તે અત્યાર સુધીની સૌથી ભારે હાડકાંવાળી માછલી છે.

2021 માં કરવામાં આવી હતી શોધ
આ અદ્ભુત શરીરવાળી માછલીને બમ્પહેડ માછલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિસેમ્બર 2021માં એક વિશાળ માછલી પણ મળી આવી હતી. પરંતુ અભ્યાસમાં કોઈપણ પ્રકારની પુષ્ટિ મળી ન હતી.

સનફિશ મૃત હાલતમાં મળી
તાજેતરમાં મળેલી આ સનફિશ માછલી મૃત અવસ્થામાં મળી આવી છે. તેની લાશ સપાટી પર તરતી મળી આવી હતી. એટલાન્ટિક નેચરલિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્યારે સ્થાનિક લોકોએ તેને જોયું તો તેઓ તેને કિનારે લાવ્યા. હવે સંશોધકો આ વિશાળ માછલીનો અભ્યાસ કરી રહ્યા છે.

અગાઉ પણ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં આવી ચૂક્યું છે નામ
માછલી પરના અભ્યાસનો અહેવાલ જર્નલ ઓફ ફિશ બાયોલોજીમાં પ્રકાશિત થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રાક્ષસી માછલી 12 ફૂટ પહોળી અને 11 ફૂટ લાંબી હતી, તેનું વજન લગભગ 3 ટન હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ વિચિત્ર દેખાતી શિકારી માછલી 1996માં જાપાનના દરિયાકાંઠે જોવા મળી હતી જેનું વજન 2300 કિલો હતું.

‘સનફિશ’ નામ કેવી રીતે પડ્યું?
તમને જણાવી દઈએ કે આ વિશાળકાય માછલીને સનફિશ નામ આપવામાં આવ્યું છે કારણ કે તે અંદરથી એક વર્તુળ જેવી દેખાય છે. આ માછલીઓ દરિયામાં ઊંડા ઉતરે છે અને પછી સૂર્યપ્રકાશ લેવા માટે સમુદ્રની સપાટી પર આવે છે. સનફિશની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. પરંતુ તેઓ વિશ્વના મહાસાગરોમાં ગમે ત્યાં મળી શકે છે.

Most Popular

To Top