શહેરા: પંચમહાલના શહેરા તાલુકાના નાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સ્થાનિક ગામના યુવાન-યુવતીએ દોરડા વડે ગળેફાંસો ખાઈ ને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્થળ પર પહોચી જઈને બન્ને ની લાશને નીચે ઉતારી પી એમ અર્થે લઈ જવામા આવી હતી.બનેલા આ બનાવને લઇને શાળા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતા..શહેરા તાલુકાના નાડા ગામ માં રહેતા અરવિંદ બારીઆ ને આજ ગામની ચંદ્રિકા પટેલ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતા. આ બન્ને ને એમ હતુ કે સમાજ તેમના પ્રેમને સ્વીકારે નહીં તેઓ ડર હોવાથી જેથી બન્ને એ ફાની દુનિયાને અલવિદા કરવા શનિવારની રાત્રિએ નાડા ગામ માં આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે તેઓ મળ્યા હતા.
પ્રાથમિક શાળાના પહેલા માળે લોખંડ ની પાઇપ પર દોરડું બાંધી ને ગળેફાંસો ખાઈ ને એક બીજા ને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું જ્યારે રવિવાર ની સવાર મા શાળા પાસેથી પસાર થતા સ્થાનિક ગ્રામજન ને બંને પ્રેમી પંખીડા લાશ લટકેલી હાલતમાં તેમને જોવા મળતા તેઓએ બૂમાબૂમ કરી મુકતા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા ગામના જાગૃત નાગરિક દ્વારા બનેલ બનાવની જાણ તાલુકા પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી જેને લઇને પોલીસ સ્ટાફ શાળા ખાતે પહોંચી જઈને તપાસનો દોર શરૂ કરેલ હતો પોલીસ તંત્ર દ્વારા બંને પ્રેમી પંખીડાની લાશ ને સ્થાનિક લોકોની મદદથી નીચે ઉતારી ને પી એમ અર્થે તાલુકા બ્લોક હેલ્થ કચેરી ખાતે મોકલી આપવામાં આવેલ હતી. હાલ તો બનેલ બનાવને લઇને સ્થાનિક ગામ સહિત તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી સાથે છોકરા છોકરી એ કયા કારણસર આપઘાત કર્યો કે પછી આ બન્ને ની હત્યા તો નથી કરવામાં આવી ને તે દિશા માં પોલીસે વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આજ ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં યુવાન અને પરણિતાએ આજ રીતે આપઘાત કરી લીધો હતો ત્યારે ફરીથી આ જ રીતે ગામની મુખ્ય શાળામાં યુવાન યુવતીએ દોરડા વડે ગળેફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી દેતા ગામમાં અનેક સવાલો સાથે ચર્ચાનો મુદ્દો હાલ બની જવા પામ્યો છે.