Dakshin Gujarat

કરચેલિયામાં ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ નો કરુંણ અંજામ આવ્યો

અનાવલ : અનાવલના (Anaval )બારતાડ ગામની સીમમાં અજીબો ગરીબ કહી શકાય તેવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક તેનાથી બે ઘણી મોટી ઉમરની સ્ત્રી સાથે પ્રેમ ગળાડૂબ હતો. જોકે પરિણીતા પણ યુવકને દિલ આપી બેઠી હતી. પણ લગ્નેતર સંબંધો સફળ ન થતા બનેએ એક સાથે આપઘાત (Suicide) કરી જીવનલીલા સમાપ્ત કરી હતી. યુવાન અને પરિણીતાએ બારતાડ ગામની સીમમાં ઝાડ ઉપર ગળફાસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ કરુંણ પ્રેમ પ્રકરણમાં યુવકની ઉમર માત્ર 20 વર્ષની હતી જયારે તેની પરિણીત પ્રમિકાની ઉમર તેના કરતા બે ઘણી એટલે કે 44 વર્ષની હતી.

44 વર્ષીય પરિણીતા 20 વર્ષીય યુવાન પ્રેમ ગળાડૂબ હતો
સમગ્ર ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના કરચેલિયા ગામે કોળીવાડ ફળિયામાં રહેતી 44 વર્ષીય પરિણીતા લીના ચંદ્રકાન્ત પટેલને ફળિયામાં જ રહેતા 20 વર્ષીય યુવાન આરતીશ મોહન પટેલ સાથે આંખ મળી ગઈ હતી. પોતાનાથી અડધી ઉંમરના યુવાન સાથે છેલ્લાં બે વર્ષથી પરિણીતા પ્રેમસંબંધ ધરાવતી હતી. બંને પ્રેમીપંખીડા તા.19/11/2022 ને શનિવારે બપોર દરમિયાન અગમ્ય કારણસર બારતાડ ગામે ગોચરની જમીનમાં આવેલા બાવળના ઝાડ સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી ગઈ હતી.

પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવવાતા વાત વાયુવેગે પ્રસરી
બંને પ્રેમીપંખીડાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવવાની વાત વાયુવેગે કરચેલિયા વિસ્તારમાં ફેલાતાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી મૃતક પરિણીતાના પતિએ ફરિયાદ આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા બે વર્ષથી બને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો
ગામવાસીઓમાં એવી ચર્ચાઓ પણ ચાલી હતી કે, 44 વર્ષીય પરિણીતા લીના ચંદ્રકાન્ત પટેલ અને ફળિયામાં જ રહેતા 20 વર્ષીય યુવાન આરતીશ મોહન પટેલ સાથે આખો ચાર થતા પ્રેમ સંબંદ પાંગર્યો હતો પણ લીના પરિણીત હોવાથી આ લગ્નેતર સંબંદનો કોઈ અંજામ બને ને દેખાતો ન હતો આખરે બને એ સાથે ન જીવી સકવાની કોઈ પણ સંભવનાઓ નહિ દેખાતા મોતને વહાલું કરવાનું મુનાસીબ સમજ્યું હોવાની લોકચર્ચાઓ શરુ થઇ ગઈ હતી.

Most Popular

To Top