વિરાટ કોહલી હવે કેપ્ટન તરીકે નિવૃત થયાની સાથે જ અનુષ્કા શર્મા સાથે નવા પ્રોજેકટ શરૂ કરે એવી શકયતા ઊભી થઇ છે. અનુષ્કા હવે અભિનયનાં ક્ષેત્રને મર્યાદિત કરી ફિલ્મ અને વેબ સિરીઝના નિર્માણમાં આગળ વધી રહી છે. વિરાટ અત્યાર સુધી મોડલ તરીકે અનેક જાહેરાતમાં કામ કરી ચુકયા છે અને હવે શકય છે કે તે અભિનય ક્ષેત્રે વધુ સક્રિય બને અને સાથે જ અનુષ્કા સાથે પ્રોડકશનમાં વ્યસ્ત થાય. અનુષ્કા ‘એનએચ10’ ફિલ્મના નિર્માણ પછી ‘ફિલ્લોરી’, ‘પરી’ અને ‘બુલબુલ’ નિર્માણ કરી ચુકી છે. તેણે નિર્મીત કરેલી ‘પાતાલલોક’ વેબસિરીઝ જબરદસ્ત સફળ રહી છે. અનુષ્કાએ ‘ઝીરો’ અને ‘સુઇધાગા’ના ત્રણેક વર્ષ પછી હમણાં ‘ચકડા એકસ્પ્રેસ’નું શૂટિંગ શરૂ કર્યું છે.
નેટફલિકસ પર રજૂ થનારી આ ફિલ્મમાં તે ભારતીય મહિલા ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન ઝુલ ગોસ્વામીની ભૂમિકા ભજવી રહી છે. વિરાટ સાથે પરણ્યા પછી તે ક્રિકેટને વધારે સમજતી થઇ છે એટલે ઝૂલનને વધારે અધિકૃત રીતે રજુ કરશે. ‘ચકડા એકસ્પ્રેસ’ ફિલ્મની નિર્માત્રી પણ તે સ્વયં છે. અનુષ્કા કહે છે કે ઝૂલન ગોસ્વામીની સ્ટોરી મહિલા ક્રિકેટની દુનિયા કેવી છે તેના વિશે લોકોની આંખ ઉઘાડશે. ફિલ્મમાં એવા અનેક પ્રસંગો છે જે જોતા થશે કે સારું ક્રિકેટ રમવાની ઇચ્છા જ પૂરતી નથી હોતી. આ ક્ષેત્રમાં પ્રવેશવું ને ટકવું ઘણું ટફછે. ઝૂલનને કહેવાતું કે સ્ત્રીનું ક્રિકેટ ક્ષેત્રે કોઇ કામ નથી. અનુષ્કાએ ‘રબને બનાદી જોડી’થી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો અને વિત્યા ચૌદ વર્ષમાં 26 જેટલી ફિલ્મોમાં જ કામ કર્યું છે.
પોતે જે ફિલ્મનું નિર્માણ કરે તેમાં પોતે પણ અભિય કરશે એવો આગ્રહ રાખતી નથ. હમણાં તેની ‘કાલા’ ફિલ્મ બની રહી છે જેમાં જેમાં તૃપ્તિ ડીમરી, સ્વસ્તિકા મુખરજી, આશિષ સીંઘ વગેરે કામ કરે છે તે સ્ટાર પાછળ નથી પડતી. દિગ્દર્શક પણ જાણીતા લે એવું નથી અલબત્ત, તે હજુ ક્રિકેટર તરીકે સક્ષણ છે પણ અનુષ્કા સાથે વધારે સક્રિય બનવા પણ તત્પર છે. અત્યારે તો સમજો ‘ચકડા એક્સપ્રેર્સનો પર્સનલ ટ્રેનર વિરાટ જ છે. જે તેની બોલિંગ કેમ કરવી, બેટિંગ કેમ કરવી તેની તાલીમ આપે છે. પ્રોસિત રોય એ ફિલ્મનો દિગ્દર્શક છે જે ‘પરી’ અને ‘પાતાલ લોક’નો પણ દિગ્દર્શક હતો. અનુષ્કા શર્માની ‘ચકડા એક્સપ્રેસ’ મહિલા કેન્દ્ર ફિલ્મ બનશે અને એજ તેનું લક્ષ્ય છે. તે કંગનાની જેમ શોર નથી મચાવતી બસ કામ કરે છે.