પણું વિશાળ અને વિરાટ આદ્યાત્મિક, ધર્મ જ્ઞાન સાગર જેટલું ઊંડું છે જે ચમચીથી ન મપાય, પણ હા કોઈ એવા મરજીવા હોય જે પોતાની જિજ્ઞાસાથી ડૂબકી મારી પરમાત્માને સમજવાનો અને પોતાની શક્તિ વડે સમજાવવાનો પ્રયાસ જરૂર કરે, બરાબર એવાજ એક સજ્જન નામે અનુપભાઈ શાહનો ગોરાટ, ગીત ગોવિંદ, તાડવાડી પાસે પરિચય -સંપર્ક થયો જેમણે મને એક પુસ્તક ભેટમા આપ્યું જેનું શીર્ષક હતું ‘સર્વ સત્યનું છેવટનું સત્ય… પરમાત્મા’ જેને વાંચતા વાંચતા એ મંતવ્ય પર આવ્યો કે સાચે જ આ વૈષ્ણવે આપણા સાગર જેવા ધર્મ ઊંડાણમા મરજીવાની જેમ ડૂબકી મારી gnan નહીં પણ કોઈ પણ પેઢી માટે મોતી જેવું અનુપ..મ બ્રહ્મજ્ઞાન કાઢ્યું છે, મૂક્યું છે.
લેખકના મૂળમાં વૈષ્ણવ માતા અને મા જગદંબાના ઉપાસક પિતાના અલગ અલગ વિચારો પરથી વધતી ઉંમરે ઉઠેલું સત્ય તેમણે બહાર કાઢ્યું છે જેમાં તેમણે ગીતા, વેદ, ઉપનિષદ, બ્રહ્મ અને ભગવાનની ઉત્તપત્તિ વગેરેને સમજાવ્યું છે, કવિ અખાભગત ભલે સાચું કહે કે ‘તિલક કરતાં ત્રેપન થયા, તો ય ન આવ્યું બ્રહ્મજ્ઞાન’ પણ અહીં અનુપભાઈ જેવા ઘણાં અપવાદ જ્ઞાની પણ છે જેમણે પ્રસ્તાવનામા જ સ્પષ્ટ કહીં દીધું છે કે બાળપણથી જ હું એ મતનો રહ્યો છું કે ધર્મની વાડાબંધીનો છેદ ઉડાવવો એજ મોટો ધર્મ છે એ જ બ્રાહ્મજ્ઞાન છે કારણ કે દરેક ધર્મનું છેવટનું સત્ય પરમાત્મા જ છે જે માટે તેમણે બારીકાઇથી નિરીક્ષણ કરી પ્રમાણ પણ આપ્યા છે, અરે પાંચ અંધમિત્રોની હાથીની ઓળખની વાર્તા જોડી સરળ ભાષામા કહીં દીધું છે આપણે દેખતા હોવા પછી પણ પોતપોતાની મરજી મુજબ ધર્મને હંકારીએ છીએ સાથે સંતોના વિધાનને યાદ કરી લખે છે શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમણે વેદ,અઢાર પુરાણ, ગીતા, રામ, કૃષ્ણ, પરમતત્વની વગેરેને પ્રમાણ અને આધાર સાથે વાત મૂકી છે એ માટે એ પુસ્તક જ વાંચવું પડે જે મેળવવા મૂલ્યવાન શરત એ છે કે આ પુસ્તક તેઓ વિનામૂલ્યે આપે છે.
આમ પણ એક ઉંમર થાય એટલે તમારામાં બાળપણથી મળેલા સંસ્કાર દ્વારા તમારી અંદર એક સાત્વિક માણસ મોટો થતો જ હોય જેનો જેવો સ્પર્શ થાય એટલે તમે સંસારી હોવા છતાં સત અને સંતના રસ્તે ચાલવા માંડવા માંડો, બસ ઉપરથી એ સમયનો હુકમ થવો જોઈએ. અહીં તમને ગમશે તેવું ઉદાહરણ આપું, પાકિસ્તાની ઓપનર ક્રિકેટર સઈદ અનવરને સૌ જાણતા જ હશે જેણે વન-ડે મા 194 રનનો વિશ્વ વિક્રમ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો પછી સચિન (200)દ્વારા તૂટ્યો, આજે અઢીસોની ઉપર રોહિત શર્માને નામે છે વાત એ રેકોર્ડની નથી પણ અનવરની છે.
આ માસ્ટર ઓપનર એકદમ ગાયબ થઈ ગયા, બાદમાં જાણ્યું કે મુસ્લિમ સંત સમુદાયમા જોડાય ગયા અને ખુદાના રસ્તે પૂર્ણત: પરોવાય ગયા, મસ્જિદોમાં રહેતા થઈ ગયા, સાંભળેલી વાત મુજબ તો તેઓ ધર્મના કામ માટે સૂરત પણ આવે છે પણ તેની જાણ કોઈને ન થવી જોઈએ એ શરત પહેલી હોય છે, આવું ગાયક યેશુદાસજીનું છે તેમણે બદલાતી ઉંમર સાથે ફિલ્મોગીતો છોડી બસ પ્રભુ મંદિરમાં ભજન ગાતા થઈ ગયા, બિસ્મીલાહખાને જરૂરિયાતને કારણે ઘણાં પ્રોગ્રામ આપ્યા પણ અપવાદને બાદ કરતાં કાશીના શિવના મંદિરમાં શહેનાઈ રોજે વગાડી.
બ્રહ્મજ્ઞાન અને પરમાત્માની વાત નીકળી છે તો ચાલો મહાપ્રભુજીને પણ સ્મરી લઈએ, એકવાર રાજા અકબરે મહાપ્રભુજીને સંગીત જલસામા આવવાનું આમન્ત્રણ આપ્યું, મહાપ્રભુજી ગયા, તાનસેનનું ખૂબ સંગીત સાંભળ્યું, તેમણે એક પોટલીમા સોનામહોર પણ આપી, તાનસેને તેને ખોલીને જોઈ ત્યારે ૪૯૯સોના મહોરને ઉપર એક ફૂટેલી કોડી પણ મૂકી હતી , તાનસેનને ટેન્સન થયું આમ કેમ? તુરંત મહાપ્રભુજી પાસે દોડ્યા, કે એક ફૂટેલી કોડી કેમ, મહાપ્રભુજી હસ્યા અને બોલ્યા કે ખુદાએ તને આટલો સરસ અવાજ આપ્યો છે તેની ૪૯૯ મ્હોર પણ એક ફૂટેલી કોડી એટલે મૂકી કે ખુદાની દેનથી રાજાને શું રિઝવે છે ખુદાને રીઝવ, ખુદાને ખુશ કર….
અહીં તાનસેનને જ્ઞાન લાધ્યું કે એક કોડીવાળા ઉપદેશ સામે ૪૯૯મ્હોરની કિંમત કઈ નથી. આ અને આવા ઈશ્વર તરફના ઉદાહરણ ઘણાં મૂકી શકાય જેમાં તાજું ઉદાહરણ અનુપભાઈનું છે પૂરાં સંસારી અને એન્જીનીયર પણ છે પણ તેમની અંદર રહેલો સાત્વિક માણસ ઉંમર સાથે એવો જાગ્યો કે હાથમા કલમ પકડાવી પ્રભુએ લખવાડ્યું કે લખ….. ‘સર્વ સત્યનું છેવટનું સત્ય પરમાત્મા’ જ છે આ વિનામૂલ્યે મળી શકે તેવું આ પુસ્તક જો તમારી પાસે આવે તો તેને એકી શ્વાસે નહીં પણ પાને પાને અને શ્વાસ રોકી રોકીને વાંચજો તમને પણ પરમાત્મા મળ્યાનું અનુપ..મ બ્રહ્મજ્ઞાન અને સર્વ સત્યનું છેવટનું સત્ય સુદ્ધા મળી જશે.