પ્રતિ વર્ષે, આપણો રાષ્ટ્રિય તહેવાર…. ‘‘પ્રજાસત્તાક દિન’’ તરીકે 26મી જાન્યુઆરીએ ઉજવાય છે? સાંપ્રત યુવા પેઢી, સંભવત: અજાણ હોઈ શકે, આપણો દેશ જ્યારે ‘ગુલામ’ હતો, ત્યારે… ભૂતકાળે ઈ.સ. 1929ની જાન્યુઆરી માસની છવ્વીસમી તારીખે આપણી ત્રસ્ત પ્રજાએ ‘રાષ્ટ્રિય મહાસભા’નું ગઠન હતુ ત્યારે… પંડિત જવાહરલાલ નહેરૂના પ્રમુખપદે પંજાબમાં ‘રાવી નદી’ના તીરે મહાસભા મળેલ હતી, એમાં આઝાદીના લડવૈયાઓ, ચળવળકારોએ… સર્વાનુમતે ‘અંગ્રેજોની ગુલામી’માંથી સંપૂર્ણપણે મુક્ત થવા કાજે… ‘પૂર્ણ સ્વરાજ્ય’ પ્રાપ્ત કરવાનો બહુમૂલ્ય ઠરાવ પસાર કરેલો હતો, એના ભાગરૂપે..
તે જ દિવસથી ભારતીય પ્રજા પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીની ઉજવણી કરે છે, જો કે, ‘ઠરાવ’ના પૂરા અઢાર (18) વર્ષો બાદ ઈ.સ. 1947માં આપણે ‘ગુલામ’માંથી ‘આઝાદ’ થયા છે, ત્યારે.. રી’સાઈકલીંગની જેમ.. દેશના સાંપ્રત સુકાનીઓ આજે.. રીતસરના અંગ્રેજોની પ્રતિકૃતિ સમાન કોર્પોરેટક્ષેત્રના માધાંતાઓના જાણે ‘હાથા’ બની ચૂક્યા છે, અને સામાપક્ષે.. મહેનતકશ ભારતીય પ્રજા (ખેડૂતો) પોતાના ‘હક્ક’ને માટે તરફડીયા મારતા થઈ ગયા છે, દિલ્હી તરફનું ખેડૂત આંદોલન હવે, મુંબઈ (મહારાષ્ટ્ર) તરફે નિશાન તકાવી રહ્યુ છે, અને નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રવ્યાપી બની ચૂકે તો… નવાઈ પામવા જેવી વાત નથી.
સુરત. – પંકજ શાં. મહેતા