National

ભાજપના ધારાસભ્યના પુત્રના ઘરે એન્ટી કરપ્શના દરોડા, બેડ ભરી રોકડ મળતા તળખળાટ

કર્ણાટક: કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાજપના ધારાસભ્યના પુત્ર પ્રશાંક મદલની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. લોકાયુક્તની એન્ટી કરપશન બ્રાંચે ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલની 40 લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી છે. અધિકારીઓને તેની ઓફિસમાંથી 1.7 કરોડ રૂપિયાથી વધુની રોકડ પણ મળી આવી હતી.

મળતી માહિતી અનુસાર કર્ણાટક લોકાયુક્તે માહિતી આપી હતી કે પ્રશાંત મદલ BWSSBમાં ચીફ એકાઉન્ટન્ટ છે. આજે લોકાયુક્ત અધિકારીઓએ બેંગલુરુમાં પ્રશાંત મંડલના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાંથી લગભગ 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે અને તેની શોધ હજુ ચાલુ છે.

અત્યાર સુધીમાં ઘરોમાંથી રૂ. 7.62 કરોડ રોકડા મળ્યા
એન્ટી કરપશન બ્રાંચના અધિકારીઓએ ગુરુવારે 40 લાખ રૂપિયાની લાંચ લેતા ભાજપના ધારાસભ્યના પુત્રને રંગેહાથ પકડ્યો હતો ત્યાર બાદ અધિકારીઓએ દરોડા ચાલુ રાખીને તેના અને તેના સહયોગીઓના ઘરોમાંથી અત્યાર સુધીમાં 7.62 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. સૂત્રોએ શુક્રવારે આ વાતની પુષ્ટિ કરી હતી. ધારાસભ્યના આવાસ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. લોકાયુક્ત ટીમને બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) ના ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંતના ઘરે અને ઓફિસમાંથી રોકડ મળી આવી હતી.

ઓફિસમાં તપાસ દરમિયાન 1 કરોડ 22 લાખની રોકડ મળી આવી
તમને જણાવી દઈએ કે ગઈકાલે બીજેપી ધારાસભ્ય વિરુપક્ષપ્પાની ઓફિસ પર દરોડા પાડ્યા બાદ લોકાયુક્ત અધિકારીઓની ટીમે ધારાસભ્યના પુત્ર અને એક સરકારી અધિકારી પ્રશાંતને 40 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં પકડ્યા હતા. ઓફિસમાં તપાસ દરમિયાન 40 લાખ રૂપિયા ઉપરાંત 1 કરોડ 22 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, તે સ્પષ્ટ છે કે ઓફિસમાંથી મળી આવેલા 1 કરોડ 62 લાખ રૂપિયા લાંચના પૈસા છે. આરોપી પ્રશાંતને તેના ઘરેથી મળેલી 6 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાંની આવકના સ્ત્રોત અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રશાંતના સાળા સિદ્ધેશ, એકાઉન્ટન્ટ સુરેન્દ્ર અને નિકોલસ અને ગંગાધર નામના અન્ય બેની, જેઓ રૂ. 40 લાખ રોકડા આપવા આવ્યા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે.

એમએલએના ઘર પર દરોડા અંગે કર્ણાટકના સીએમએ આપ્યું નિવેદન
આ સાથે જ આ મામલે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. સીએમ બોમ્માઈએ કહ્યું, “હવે બધુ લોકાયુક્તની સામે છે, તેમની તરફથી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. કોના પૈસા કોના માટે છે, આ બધી બાબતો સામે આવવા દો. સત્ય બહાર આવવું જોઈએ, બસ. આના માટે જ લોકાયુક્તની નિમણૂક કરી છે.” કોંગ્રેસના નેતાઓ શું કહે છે, પહેલા તેમને પૂછો કે ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયેલા તેમના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોને બચાવવા માટે ACB શા માટે બંધ કરવામાં આવી હતી. ACB 5 વર્ષથી કેમ બંધ હતી, હવે લોકાયુક્ત તપાસ કરી રહ્યા છે, તેમના કૌભાંડો પણ સામે આવશે, દરેક બાબતની તપાસ થવા દો, અમે સત્યની સાથે છીએ, જે પણ દોષિત હશે તેને સજા થશે.”

Most Popular

To Top