રાજયભરમાં હેડ કલાર્કની પરીક્ષાનુ પેપર ફૂટી જવાના કારણે 85,000 જેટલા ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. રાજય સરકારે આ પરીક્ષાનું પેપર રદ કરીને હવે માર્ચમાં નવેસરથી પરીક્ષા લેવાની જાહેરત કરી છે ત્યારે આ ઉમેદવારો પરેશાન થઈ ગયા છે. જયારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પોતે કોઈ ચિન્તા વિના સંગીતમાં મસ્ત હોય તે તેમની ગાયકીનો વીડિયો વાયરલ થયો છે.
ખાસ ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં આપના નેતા મહેશ સવાણી ઉપવાસ પર બેઠા છે ત્યાં, આપના કાર્યાલય પર પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુલાકાત લઈે અસિત વોરાના રાજીનામાની માંગને ટેકો આપ્યો હતો.
સ્વ મૂકેશના સ્વરમાં ગીતો ગાતા જાણીતા એવા ગૌણસેવા પંસદગી મંજળના ચેરમેન અસિત વોરાએ એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં ” ઈતના ના સતાઓ મેરે પાસ ના આઓ, અબ ચેન સે રહેને દો , મેરે પાસના આઓ …. એક તરફ હેડ કલાર્કની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પેપર લીક થવાથી તેમજ પરીક્ષા રદ થવાથી ચિંતામાં છે ત્યારે અસિત વોરાને પેપર લીકની ઘટનાનો કોઈ અફસોસ ના હોય તેમ તેઓ સંગીતમાં મસ્ત છે.