અમદાવાદ: ગુજરાત (Gujarat)માં વધુ એક પેપર લીક કાંડ (Paper leak scandal)સામે આવ્યું છે. જેને લઈને શિક્ષણ (Education) જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. લોક રક્ષકદળ (LRD )ની પરીક્ષાના પેપર લીક બાદ હવે ધોરણ 10 અને 12 પ્રીલિમનરી પરીક્ષાના (Preliminary examination)પેપર લીક થયા છે. આ પેપર શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું હતું. આ પેપર યુ ટ્યુબ પર લીક કરાયું છે. આ પેપર નવનીત પ્રકાશનમાં આ પેપર છપાયું છે.ચોંકાવનારી વાત એ છે કે આ પેપર પરીક્ષાના બે દિવસ પહેલા જ લીક થયું છે. અને યુ ટ્યુબ પર સોલ્વ કરીને અપલોડ કરાયુંય છે. આ સમગ્ર મામલે હાલમાં તપાસના આદેશ અપાયા છે.
- ધો.10 અને 12ના પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક
- નવનીત પ્રકાશ માં છપાયું છે પેપર
- અગાઉ લોક રક્ષકદળની પરીક્ષાના પેપર લીક થયા હતા
- યુ ટ્યુબ પર પેપેર લીક કરાતા તપાસના આદેશ
વધુ એકવાર પેપર લીક કાંડ
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. કારણ કે ગુજરાતમાં એક પછી એક પેપર લીક કાંડ સામે આવી રહ્યા છે. હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આ પરીક્ષાના પેપર લીક થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર યુટ્યુબ પર પેપર લીક કરાયુ છે. આ પેપર પરીક્ષાના બે દિવસ અગાઉ જ સોશિયલ મીડિયામાં લીક થતા આશ્ચર્ય સર્જાયું છે. યુટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયું છે. આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે, એ પરીક્ષાનું પેપર એક દિવસ પહેલાં આર. એમ. એકેડમી નામની યુટ્યૂબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે. આ યુટ્યૂબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યૂબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયું છે. ઉલ્લેખનીય છે કે, આ પેપર નવનિત પ્રકાશનમાં છપાયા છે. ખુદ નવનીત પ્રકાશન દ્વારા આ પેપર લીકનો ખુલાસો કરાયો છે. પેપર લીક કાંડને લઈ વાલીઓ માં રોષ જોવા મળી રહ્યો છે અને પેપર લીક કરનાર કૌભાંડીઓ સામે આકરા પગલાં ભરવા તેમજ કડક સજા કરવા માંગ કરી છે.
નવનીત નેટવર્ક દ્વારા ખુલાસો
નવનીત નેટવર્ક તરફથી જણાવવામાં આવ્યું કે, પ્રશ્નપત્રોને અમુક વ્યક્તિઓ દ્વારા જે તે વિષયની પરીક્ષા પહેલા યુટ્યુબ પર પ્રશ્નપત્રો અપલોડ કર્યા છે. નવનીત તરફથી તમામ શાળાઓને સીલ બંધ પ્રશ્નપત્રોની થેલીઓ પરીક્ષાના નિયત સમય પહેલા શાળામાં પહોંચાડવામાં આવે છે. જે પરીક્ષાના એક કલાક અગાઉ આચાર્ય કે સુપરવાઈઝરની હાજરીમાં ખોલવાના હોય છે. જેણે પણ પરીક્ષાની કાર્યવાહી સાથે ચેડા કર્યા છે અથવા નિયમ તોડ્યા છે તે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. નવનીત પ્રકાશન દ્વારા એસ.વી.એસ સાથે સંકળાયેલી તમામ શાળાઓને વિનંતી કરાઇ કે પ્રશ્નપત્ર બાબતે શાળાની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચે એ બદલ ગંભીરતા દાખવવી જે તે શાળાએ પ્રશ્નપત્રોની થેલીઓ કાળજીપૂર્વક સાચવી રાખવી.
ગુજરાત પેપર લીક કાંડનું એપી સેન્ટર :ગુજરાત માં આગાઉ પણ અનેક પેપર લીક કાંડ
- વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીંક
- વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં હેડ ક્લાર્કની ભરતીની પરીક્ષાનું પેપર લીક
- વર્ષ 2020 TET પરીક્ષા પેપર લીક
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો
પરીક્ષા ના પેપર લીક થવા એ ગુજરાત માટે કોઈ નવી વાત નથી. પરંતુ આ પેપર લીક કાંડની સૌથી વધુ અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડે છે. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થાય છે. નવનીત પ્રકાશને પેપર તૈયાર કરીને સ્કૂલમાં મોકલ્યા હતા. ત્યારે આ બાદ પેપર લીક કર્યું હતું અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યું હતું.ગુજરાતમાં જ પરીક્ષાના પેપર સુરક્ષિત નથી તેવું આ ઘટના પરથી સાબિત થઇ રહ્યું છે. જો ગુજરાત માં આ જ પ્રકારે શિક્ષણ વ્યવસ્થા ચાલી તો પરીક્ષા સિસ્ટમ જરૂરથી ફેલ થશે. શાળા વિકાસ સંકૂલ દ્વારા લેવાતી આ પરીક્ષામાં પેપર લીક કાંડમાં કોણ સામેલ છે.? વિદ્યાર્થીઓ સાથે આવી મજાક કોને કરી અને પેપર લીક કાંડ અટકાવવા માટે શિક્ષણ મંત્રી કેવા પગલાં ભરશે તે જોવું રહ્યં.