World

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ પર ઘાતક હુમલો, પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો પ્રયાસ

બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા વચ્ચે હિન્દુ સમુદાય પરના અત્યાચારના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ ઉગ્રવાદીઓના ટોળાએ વધુ એક હિન્દુ યુવક પર ઘાતક હુમલો કર્યો. યુવકની ઓળખ 50 વર્ષીય ખોકન દાસ તરીકે થઈ છે.

અહેવાલો અનુસાર આ ઘટના ગઈ કાલે 31 ડિસેમ્બરની રાત્રે બાંગ્લાદેશના શરિયતપુર જિલ્લામાં બની હતી. ખોકન દાસ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉગ્ર ટોળાએ તેમના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો, ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ તેમને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હુમલામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે ખોકન ચંદ્ર દાસે આગથી બચવા માટે નજીકના તળાવમાં કૂદી પોતાનો જીવ બચાવ્યો. બાદમાં સ્થાનિક લોકોએ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો છે. પોલીસ કેસની તપાસ કરી આરોપીઓની શોધ કરી રહી છે.

આ પહેલા ગઈ 24 ડિસેમ્બરે બાંગ્લાદેશના કાલીમોહર યુનિયનના હુસૈનડાંગા વિસ્તારમાં એક ટોળાએ 29 વર્ષીય અમૃત મંડલ નામના વ્યક્તિની કથિત રીતે માર મારીને હત્યા કરી હતી. તેમજ ગઈ 18 ડિસેમ્બરે મૈમનસિંઘમાં એક ટોળા દ્વારા દિપુ ચંદ્ર દાસ નામના એક હિન્દુ યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જ્યાં તેને રસ્તાની વચ્ચે એક ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો અને આગ લગાવી દેવામાં આવી હતી.

Most Popular

To Top