SURAT

થાઈ ગર્લ સ્કેન્ડલ વચ્ચે સ્મીમેર હોસ્પિટલમાંથી વધુ એક ડોક્ટર નશાની હાલતમાં પકડાયો

સુરત: સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોનું ઘર બની ગઈ છે. હોસ્પિટલની બોયઝ હોસ્ટેલમાં થાઈ ગર્લ સાથે રંગરેલિયા મનાવવાના સ્કેન્ડલમાં રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે તપાસ ચાલી રહી છે. હજુ તો ઋત્વિકને સસ્પેન્ડ કરવામાં જ આવ્યો છે ત્યાં સ્મીમેરમાંથી બીજો એક ડોક્ટર પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.

સુરતની સ્મીમેર હોસ્પિટલ જાણે અનીતિનું ધામ બન્યું હોય તેવા કિસ્સા એક બાદ એક બહાર આવી રહ્યાં છે. ઋત્વિક દરજીના થાઈ ગર્લ સ્કેન્ડલ બાદ બુધવારે સ્મીમેર હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અહીંના ફોરેન્સિક વિભાગનો ડોક્ટર લાલ આંખ સાથે સામે આવ્યો હતો. તે નશામાં હોવાનું સ્પષ્ટ જણાતું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ . ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે. હોસ્ટેલમાં સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન નશામાં મળી આવ્યો હતો. પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી. જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાઈ આવતા શંકા ઉપજી હતી. ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું. જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો. પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતાં કાળા કામોની લીલા ઉજાગર થતાં તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

સ્મીમેરમાં થાઇ ગર્લ પ્રકરણ : રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક અભ્યાસ, જોબ અને હોસ્ટેલ ત્રણેયમાંથી સસ્પેન્ડ
સુરત: મનપાની સ્મીમેર મેડિકેલ કોલેજને બદનામ કરતી હોસ્ટેલમાં થાઇગર્લને બોલાવી રંગરેલીયા પ્રકરણે આખરે ઓર્થોપેડિક વિભાગના ત્રીજા વર્ષના વિધાર્થી અને રેસીડેન્સ ડોક્ટર ઋત્વિક તપાસ કમિટિના રીપોર્ટમાં દોષીત સાબીત થતા ઘટનાના ચાર દિવસ બાદ આખરે રૂત્વિક દરજીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

સ્મીમેર કોલેજની સ્ટૂડન્ટ કોડ ઓફ કન્ડક્ટની જોગવાઈને આધીન ડો.ઋત્વિક સામે આકરા પગલા લેવાયા છે. તેમજ ખાતાકીય રાહે તપાસ બાદ શિક્ષાત્મક પગલાનો આખરી નિર્ણય લેવાશે તેમજ મહેકમ વિભાગને પણ તેનો રીપોર્ટ મોકલી ડીબાર્ટ કરવા અને યુનિવર્સટીને પણ સમગ્ર ઘટનાનો અહેવાલ પુરાવા સાથે મોકલી રૂત્વિકને અભ્યાસમાંથી પણ કાયમી ધોરણે હક્કાલપટ્ટી કરવા અનુરોધ કરવા પણ મનપાએ કવાયત હાથ ઘરી છે. હવે એક મહિનાની અંદર ખાતાકીય તપાસ, ફાઈનલ રિપોર્ટ તૈયાર થવાની સાથે પગલા લેવાશે.

સ્મીમેર મેડિકલ કોલેજને દાગ લગાવતી આ ઘટનાની વિગતો એવી છે કે, ઓર્થોપેડિક વિભાગના ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડો.ઋત્વિક દરજીએ શનિવારે મોડ઼ી રાત્રે હોસ્ટેલમાં જ રંગરેલિયા મનાવવા માટે થાઈ ગર્લ બોલાવવા હતી. ઋત્વિકે કોઈ દલાલનો સમ્પર્ક કરી આ થાઈ ગર્લને હોસ્પિટલ કેમ્પસ સુધી લઇ આવ્યો હતો.

જોકે કોઇ કારણોસર થોડા સમય પછી બન્ને વચ્ચે રૂમમાં જ ઝગડો થયો હતો અને રૂત્વિકે થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો. તેથી થાઇ ગર્લ પોલીસ પાસે દોડી ગઇ હતી. ,તેથી ડોક્ટર ઋત્વિક દ્વારા મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ચલાવાતી રંગરેલીયાનો ભાંડો ફૂટી ગયો હતો.ડોક્ટર ઋત્વિકની આ કરતુંતે સમગ્ર હોસ્પિટલ અને કોલેજ પરિસરમાં ચકચાર જગાવી દીધી હતી.આ મામલા તપાસ કરવા માટે ઉપરી અધિકારીઓના આદેશ બાદ પાંચ સભ્યોની એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ડો દીપા ગુપ્તા,ડો વિપુલ શ્રીવાસ્તવ,ડો.અનુપમા દેસાઈ,ડો એમ.એમ. હક અને આસિસ્ટન્ટ ઓફિસર ધનંજય રાણેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તપાસ કરી એક દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ કરવામાં આવ્યા હતા.

જોકે એવું પણ સામે આવ્યું હતું કે તપાસ સમિતિના સભ્યોએ ઉપરી અધિકારીઓના આદેશને પણ ઘોળીને પી ગયા હતા અને સમય મર્યાદામાં તપાસ રિપોર્ટ નહીં સોંપ્યો હતો.જોકે આજે કમીટી દ્વારા ઉપરી અધિકારીઓને રિપોર્ટ સોંપવામા આવતા ડો.દરજીએ જે કૃત્ય કર્યો હતો તેમાં કસૂરવાર સાબિત થયો હતો અને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને હોસ્પિટલ તેમજ કોલેજ પરિરસમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.

અગાઉ સસ્પેન્ડ થયેલો ઋત્વિકની નોટોરિયસ વિધાર્થી
સ્મીમેર હોસ્પિટલ તેમજ કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે ડો ઋત્વિકની નોટોરિયસ તરીકેની છાપ છે. દોઢ વર્ષ અગાઉ તેને એક જુનિયર રેગિંગ કરી હતી જે પ્રકરણમાં તેને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જો કે ત્યારે પણ એનકેન પ્રકારે સસ્પેન્શ ટુંકાવી ફરીથી કોલેઝમાં પ્રેવશયો હતો પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો નહીં હતી.

એટલુંજ નહીં સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ઋત્વિક જે હોસ્ટેલમાં રહે છે તેની આસપાસ અવાર નવાર દારૂ તેમ બિયરની બટોલ મળી આવે છે.આ સિવાય તેની અનેક ફરિયાદો તેના એચઓડી સુધી પહોંચી છે.એટલું જ નહીં એચઓડી પોતે પણ તેને અનેકો વખત સુધરી જવા માટે ટકોર કરી હતી,પરંતુ તેને સુધરવાનું નામ નહીં લીધો અને હવે આ ગંભીર પ્રકરણમાં સપડાયો છે.

ઋવિક અને થાઈ ગર્લ સાથે હોય તેવા ફુટેજ પહેલા કમિટિએ છુપાવ્યા હતા ?
સ્મીમેર હોસ્પિટલ તેમજ મેડિકલ સહીત ચારે બાજુ ચકચાર મચાવનારી આ ઘટનામાં તંત્રના પગ તળે ત્યારે રેલો આવ્યો હતો.જયારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા રાત્રે આશરે 1.30 વાગ્યે ડોક્ટર ઋત્વિક અને થાઈ ગર્લ સાથે દેખાયા હતા.આ ફૂટેજ ગઇ કાલે તપાસ કમિટિએ રજુ કરેલા રીપોર્ટમાં જોડાયા નહોતા. જો કે મનપા કમિસનરના કડક વલણ અને સચોટ રીપોર્ટના આદેશ બાદ આખરે આ ફુટેઝ જોડાયા હતા.

પોલીસ પણ શંકાના દાયરામાં : અન્ય કોણ હતુ તે અંગે ચર્ચા
એવી પણ ચર્ચા હતી કે આ ઘટનામાં રૂત્વિક અને થાઇ ગર્લ ઉપરાંત અન્ય એકથી વધુ ડોકટર સામેલ છે, આ ઘટના બની ત્યારે પોલીસની ધમાચકડી વચ્ચે વલસાડનો એક ડોકટર જે રૂમમાં હાજર હતો અને પોતાના કાર લઇ નાસી ગયો હતો. તેવી ચર્ચા છે. બાદમાં યુવતિએ પોલીસ સાથે વાત કરી ત્યારે હકીકત બતાવી હતી. અને વીડીયો કોલ કરી ભાગી ગયેલા ડોકટરનો સંપર્ક પણ કરી આજ વ્યકિત તેની સાથે હતો તેવું જણાવ્યું હતું પરંતુ કોઇ કારણોસર બાદમાં ફરિયાદ નહી થતા તેને બચાવી લેવાયો હોવાની ચર્ચા વચ્ચે પોલીસ પણ શંકાના દાયરામાં છે.

Most Popular

To Top