Vadodara

શહેરમાં રખડતાં ઢોરના કારણે વધુ એક નાગરિક ઇજાગ્રસ્ત

વડોદરા, તા.25 મહાનગર પાલિકા એ 2021 વર્ષ માં માત્ર ૧૫ દિવસમાં શહેરને રખડતાં ઢોરથી મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સતત બે વર્ષ માં અનેક લોકો ભોગ બન્યા છે જેમાં અનેક નાગરિકો મોતને ભેટ્યા છે તો અમુકને ગંભીર ઈજાગ્રસ્ત પણ થયા છે.તે છતાં પણ પાલિકાનું તંત્ર ઉગતું જ ઝડપાયું છે ત્યારે વર્ષના અંતિમ દિવસોમાં પણ વધુ એક નાગરિક અકસ્માતનો ભોગ બન્યા હતા.

શહેરમાં સતત રખડતા કુતરા , ઢોર ના કારણે શહેરીજનો અનેક વખત ભોગ બનતા હોય છે ત્યારે ગત વર્ષ 5 ઓક્ટોમ્બર ૨૦૨૧ -૨૨ દરમ્યાન પૂર્વ મેયર દ્વારા માત્ર ૧૫ જ દિવસમાં સમગ્ર શહેરને ઢોર મુક્ત બનવવા માટેની બાહેધરી આપી ને જાહેરાત કરી હતી. તે માટે માલધારીઓ સાથે વિશેષ મીટીંગ પણ કરવામાં આવી હતી .ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવ્યું હોવા છતાં કોઈ જ પ્રકારની કામગીરી થતી ન હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે વધુ એક નાગરિક રખડતી ગાયોના કારણે અકસ્માતનો ભોગ બન્યું છે.

પાલિકા દ્વારા કેટલ પોલિસી એકટ બનાવી ને વિવિધ સ્થળે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવામાં આવી રહી છે તે છતાં પણ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જ રહ્યો છે. સોમવાર ના રોજ નવાપુરા વિસ્તારમાં રહેતી મૌસીમ શેખ (ઉ.વ.૨૯) આજે બપોર દરમ્યાન ૨ : ૨૧ વાગે વાસણા – ભાયલી રોડ પર એકટીવા પર પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન અચાનક ઢોર વચ્ચે આવી જતા તેઓએ સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યું હતું અને પટકાયા હતા જેથી તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઇજાને પગલે તેમને સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top