National

નામિબિયાથી ભારત આવેલા વધુ એક ચિત્તા ‘શૌર્ય’નું મોત, હમણાં સુધી 10 ચિત્તાઓનો જીવ ગયો

નવી દીલ્હી: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) નામીબિયાથી (Namibia) ભારત આવેલા વધુ એક ચિત્તા (Cheetah) ‘શૌર્ય’નું મૃત્યુ (Death) થયું છે. જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 10 ચિત્તાના મોત (Death) થયા છે. જેમાંથી 7 ચિત્તા અને 3 બચ્ચા (Child) છે. મૃત્યુ પામનાર આ દસમો (10th) ચિત્તો છે. પરંતુ ચિત્તા ‘શૌર્ય’ના મૃત્યુનું કારણ (Reasion) હજુ સુધી જાણી શકાયું નથી.

પ્રાપ્ત વિગતો મુજબ લાયન પ્રોજેક્ટના ડિરેક્ટરે માહિતી આપી હતી કે આજે 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાની આસપાસ નામીબિયન ચિતા ‘શૌર્ય’નું મૃત્યુ થયું હતું. તેમજ ચિત્તાના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. શૌર્ય દસમો ચિત્તો છે. જેનું અહીં પાર્કમાં મોત થયું છે. અગાઉ પણ નવ ચિત્તાઓનું મોત થયું હતું.

ચિત્તા નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવ્યા હતા
જણાવી દઈએ કે કુનો નેશનલ પાર્કમાં ચિત્તાના પુનરુત્થાન માટે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી 20 ચિત્તા લાવવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધીમાં વિવિધ કારણોસર 7 ચિત્તા અને 3 ચિત્તાના બચ્ચા મૃત્યુ પામ્યા છે.

“કુનો નેશનલ પાર્કમાં કયા દીપડાનું મૃત્યુ થયું?
અત્યાર સુધીમાં 3 બચ્ચા સહિત 7 ચિત્તાના મોત થયા છે. નામીબીયા અને દક્ષિણ આફ્રિકાથી કુલ 20 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી નામીબીયાની માદા ચિત્તા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. તેમજ 26 માર્ચ 2023 ના રોજ નામિબિયન માદા ચિત્તા શાશાનું કિડનીના ચેપને કારણે મૃત્યુ થયું હતું. જ્યારે નર ચિત્તો ઉદય 23 એપ્રિલ 2023 ના રોજ કાર્ડિયો પલ્મોનરી નિષ્ફળતાને કારણે મૃત્યુ પામ્યો હતો.

નર ચિત્તા સાથે હિંસક ક્રિયાપ્રતિક્રિયાને કારણે 9 મે 2023 ના રોજ માદા ચિત્તા દક્ષાનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ નામિબિયન માદા ચિત્તા સિયા (જ્વાલા)ના ચાર બચ્ચામાંથી એકનું 23 મેના રોજ મૃત્યુ થયું હતું. તેમજ 25 મેના રોજ ડિહાઇડ્રેશનને કારણે બે બચ્ચા મૃત્યુ પામ્યા હતા. મંગળવારે 11 જુલાઈના રોજ અન્ય દક્ષિણ આફ્રિકાના ચિત્તા તેજસનું નામીબિયન માદા ચિત્તા નાભા (સાવાન્નાહ) સાથે હિંસક ક્રિયાપ્રતિક્રિયાને કારણે મૃત્યુ થયું હતું. આ પછી, 2 ઓગસ્ટ 2023 ના રોજ અન્ય ચિત્તાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ 16 જાન્યુઆરી 2024ના રોજ દસમા ચિતા ‘શૌર્ય’નું પણ મૃત્યુ થયું છે.

Most Popular

To Top