ટેક્સટાઈલ અને હીરા નગરી સુરત જાણે બોગસ ડોક્ટરનું હબ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. સુરતમાંથી વધુ એક વખત બોગસ તબીબ ઝડપાયો છે. લસકાણા વિસ્તારમાંથી ઝોન-1 એલસીબી પોલીસની ટીમે બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ માત્ર ધો.૧૦ પાસ છે અને તે છેલ્લા ૧૦ વર્ષથી સર્જન ડોકટર હોવાના નામે પ્રેક્ટીસ કરતો હતો.
લસકાણા ગામ લક્ષ્મીપાર્ક સોસાયટી સદભાવના શાળાની પાસે આવેલા શ્રી લક્ષ્મી કલીનીકમાં ઝોન-1 એલસીબી પોલીસની ટીમે રેડ પાડી હતી. જ્યાંથી બોગસ તબીબ મહીતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં તેની પાસે કોઈ પણ જાતની ડીગ્રી મળી આવી નહોતી.
તેમ છતાં તે મેડીકલ પ્રેક્ટીસ કરતો હતો. તે માત્ર ધો.10 પાસ ભણેલો છે. તેમ છતાં છેલ્લા 10 વર્ષથી ડોકટરી પ્રેક્ટીસ કરતો હતો. પોલીસે તેના દવાખાનામાંથી મેડીકલ સામાન તથા દવાઓનો જથ્થો મળી કુલ 96,794 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
ડીસીપી આલોક કુમારે કહ્યું કે, બાતમીના આધારે બોગસ ડોક્ટર પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી બોગસ ડોક્ટર મહીતોષ સંતોષ ચિંતપત્રોને ઝડપી લેવામાં આવ્યો હતો. તે મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. તે પહેલા પશ્ચિમ બંગાળમાં ૩ વર્ષથી પ્રેક્ટીસ કરતો હતો.
છેલ્લાં 10 વર્ષથી સુરતમાં પ્રેક્ટીસ કરે છે. તેની પાસે કોઈ ડીગ્રી નથી. તે માત્ર ધો.૧૦ પાસ છે. તે દાવો કરતો હતો કે તે ફીઝીશીયન છે, સર્જન છે, ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ છે. ગાયનોકોલોજીસ્ટ છે અને સારી બીમારીનો ઈલાજ તે કરે છે. હાલ તેની સામે બીએનએસની કલમ જેમાં મનુષ્યની જિંદગી જોખમમાં નાખવા અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
