National

શરદ પવાર જૂથને મોટો ઝટકો, એકનાથ ખડસેએ કરી ભાજપમાં પરત ફરવાની જાહેરાત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) 2024 પહેલા તમામ રાજકીય પક્ષો વધુમાં વધુ લોકોને પોતાની સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન શરદ પવારને (Sharad Pawar) વધુ એક મોટો આંચકો લાગ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના (Nationalist Congress Party) વિધાન પાર્ષદ એકનાથ ખડસેએ (Eknath Khadse) પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.

જાહેરાત કરતા ખડસેએ કહ્યું છે કે તેઓ આગામી 15 દિવસમાં તેઞની મૂળ પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. અગાવ એકનાથ ખડસે વર્ષ 2020માં ભાજપ છોડીને અવિભાજીત NCPમાં જોડાયા હતા. ખડસે 2009 થી 2014 વચ્ચે વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. તેમજ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 120 બેઠકો જીતી ત્યારે ખડસેને મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવતા હતા. જો કે પાર્ટીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ પદની જવાબદારી સોંપી હતી. તેમજ ખડસેને કેટલાક મહત્વના વિભાગોથી સંતોષ માનવો પડ્યો હતો.

મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું
એકનાથ ખડસે મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા અને દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી હતા. જોકે 2016માં જમીન સોદાના કેસને કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી તેઓ લગભગ પાંચ વર્ષ સુધી રાજકીય કારભાર માથી બહાર થઇ ગયા હતા. ત્યાર બાદ તેઓ 2020માં શરદ પવારની પાર્ટીમાં જોડાયા હતા.

શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો
એકનાથ ખડસેએ કટોકટી દરમિયાન તેમની મદદ કરવા બદલ પાર્ટીના વડા શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમણે કહ્યું છે કે મેં ભાજપમાં પાછા જવાનું નક્કી કર્યું છે કારણ કે આ મારું ઘર છે. મેં ચાર દાયકા સુધી પાર્ટીની સેવા કરી છે. કટોકટી દરમિયાન મને મદદ કરનાર શરદ પવારનો હું આભાર વ્યક્ત કરું છું.

મહારાષ્ટ્રમાં ચૂંટણી ક્યારે યોજાશે?
ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રથમ, બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે 5 બેઠકો પર, બીજા તબક્કામાં 26મી એપ્રિલે 8 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ 11 બેઠકો પર, ચોથા તબક્કામાં 13મી મેના રોજ 11 બેઠકો પર અને પાંચમા તબક્કામાં 11 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ 20મી મેના રોજ 13 બેઠકો પર મતદાન થશે.

Most Popular

To Top