National

યુપીમાં ભાજપને વધુ એક ઝાટકો, હવે મંત્રી દારા સિંહ ચૌહાણે રાજીનામું આપ્યું: કહ્યું, યોગી..

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં (Uttarpradesh) વિધાનસભા (Assembly) ચૂંટણી (Election) પહેલા યોગી સરકારને (Government) વધુ એક ઝટકો લાગ્યો છે. સ્વામી પ્રસાદ મોર્ય (Swami Prasad Morya) બાદ ભાજપ (BJP) સરકારના અન્ય મંત્રી દારા સિંહ ચૌહાણે (Dara Singh Chauhan) રાજીનામું (Resignation) આપી દીધું છે. તે પણ સ્વામીની જેમ ઓબીસી (OBC) સમુદાયમાંથી આવે છે.

વન અને પશુ બાગાયત મંત્રી દારા સિંહ ચૌહાણે રાજ્યપાલને (Governor) મોકલેલા પત્રમાં લખ્યું છે કે, “મેં મારું કાર્ય પૂરી નિષ્થાથી કર્યું, પરંતુ યોગી સરકારના પછાત, વંચિતો, દલિતો, ખેડૂતો અને બેરોજગાર યુવાનો પ્રત્યેના ઘોર ઉપેક્ષિત વલણની સાથે દલિતોના અનામતના મામલે જે અન્યાય થઈ રહ્યો છે તેના કારણે હું ઉત્તર પ્રદેશની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.

સ્વામી પ્રસાદ મૌર્યની જેમ દારા સિંહ ચૌહાણ પણ ભાજપમાં જોડાતા પહેલા બહુજન સમાજ પાર્ટી (BSP)ના નેતા હતા. 2015માં તેઓ બસપા છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્રણ વખતના સાંસદને તત્કાલિન ભાજપ અધ્યક્ષ અમિત શાહ દ્વારા ભાજપનું સભ્યપદ આપવામાં આવ્યું હતું. ચૌહાણને ઓબીસી મોરચાના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. મધુબન વિધાનસભા બેઠક પરથી જીત્યા બાદ તેમને યોગી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

મંગળવારે ભાજપના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય સહિત 3 ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું
આ અગાઉ ભાજપના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય સાથે ત્રણ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટી છોડી દીધી હતી. સ્વામી પ્રસાદના સમર્થનમાં ધારાસભ્યો બ્રિજેશ પ્રજાપતિ, ભગવતી પ્રસાદ સાગર અને રોશન લાલ વર્માએ પણ ભાજપ છોડી દીધું હતું. દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાશે. તેમણે કહ્યું કે હું 14 જાન્યુઆરીએ સમાજવાદી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. ભાજપ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો અંગે મૌર્યએ કહ્યું કે કોઈએ તેમનો સંપર્ક કર્યો નથી. મૌર્ય પછી, તેમની સાથે બીજેપી છોડવાની જાહેરાત કરનારા ઘણા વધુ ધારાસભ્યો પણ સપામાં જોડાઈ શકે છે.

સપા અને કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા
આજે બુધવારે સવારે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપાના કેટલાંક નેતાઓ ભાજપમાં જોડાયા છે. સિરસાગંજ વિધાનસભા ક્ષેત્રમાંથી સપાના ધારાસભ્ય (MLA) હરિ ઓમ યાદવ અને બેહટ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય નરેશ સૈની બુધવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. યાદવ અને સૈની સિવાય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે એતમાદપુરથી બીએસપીના પૂર્વ ધારાસભ્ય ધરમપાલ સિંહને પાર્ટીમાં સામેલ કર્યા છે. તેમણે કહ્યું કે આ નેતાઓના જોડાવાથી પાર્ટીના ચૂંટણી અભિયાનને મજબૂતી મળશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.

Most Popular

To Top