Charchapatra

હિંદુ ધર્મની વિસંગતતાઓ, સાચુ શું?

તા. 12.10.21 ગુ.મિત્રમા દ.ગુ.ના રાબડા ગામની ઓળખ દર્શાવી છે તે લેખમાં વિશ્વંભરી દેવીના મંદિરની મહત્તા દર્શાવી આ દેવીને અખિલ બ્રહ્માંડના રચયિતા તરીકે વર્ણવ્યા છે. જયારે ગીતામા ઉલ્લેખ મુજબકૃષ્ણ ભગવાને રણમેદાન કુરુક્ષેત્રમાં અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવતા કહ્યું છે કે તારા સહિત સમગ્ર સૃષ્ટિ અર્થાત બ્રહ્માંડ મારૂં જ સર્જન છે અને બધું ફરી મારામાં જ સમાઇ જવાનું છે. તો વળી ગણેશ પુરાણમા બ્રાહ્માંડને ગણેશજીનું સર્જન બતાવાયું છે. અન્ય ધર્મગ્રંથ બ્રહ્માજીને સૃષ્ટિના અર્થાત બ્રહ્માંડના રચયિતા તરીકે વર્ણવે છે. તો બ્રહ્માજીની સુચનાથી વિશ્વકર્માએ સૃષ્ટિનું સર્જન કર્યાનું પણ કહેવાય છે.

આમ બ્રહ્માંડના સર્જન બાબત જેટલા ધર્મગ્રંથો એટલા અલગ ગપ્પાષ્ટક અને ડીંડકો ચાલે છે કયાંય એકમત દેખાતો નથી. ઘણાં દેવ દેવીઓ બાબતપણ એવું જ છે. ઘણાં કર્મકાંડી બ્રાહ્મણો સંતોષી માતાને બોગસ કહે છે તો ઘણાં સંતોષી માતાને ગણપતિની પુત્રી તરીકે ઓળખાવે છે. ભગવાન શ્રીરામને હિંદુ ધર્મગુરુઓ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાવે છે. જે કદી પોતાની મર્યાદા ચુકે નહીં પરંતુ વાલી વધ વખતે એમણે પોતાની મર્યાદા નેવે મૂકી દીધાનું અનુભવાય છે કારણ કે વાલીને શ્રીરામ સાથે કોઇ વેર ન હતું છતા રામે ઝાડ પાછળ છુપાઇને તીર ચલાવી વાલીનો વધ કર્યો, ત્યારે મરતા મરતા વાલી પુછે છે, પ્રભુ મેં તમારો શું અપરાધ કરેલો તે તમારે છુપાઇને મને દગાથી મારવો પડે છે? રામાયણનો આ પ્રસંગ શ્રીરામને ‘મર્યદા પુરુષોત્તમ’ તરીકે ઓળખવામાં અવરોધક બને છે. આ બધામાં સાચુ શું? એ આપણી બુધ્ધિથી વિચારવું જરૂરી છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top