Vadodara

મંદિરના ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ સ્વામીના નામની જાહેરાત

વડોદરા: વિશ્વભરમાં પ્રચલિત હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીના વિવાદ પર આખરે સંતોની સહમતી સધાતા પૂર્ણવિરામ મૂકાયું છે સંતોએ સર્વસંમતિથી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી સ્વામીના નિર્દેશને અનુસરી  પ્રેમ સ્વરૂપ સ્વામીને સોખડા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ તરીકે નિયુક્ત કર્યા છે   જેને પ્રબોધ સ્વામી સહિત સંતોએ એકસુરે  વધાવી મંદિરમાં  ગાદીને લઈ કોઈ પણ વિવાદ ન હોવાનો સંદેશ આપ્યો હતો. બ્રહ્મલીન હરીપ્રસાદ સ્વામીની દ્વિમાસિક પુણ્યતિથિ સંદર્ભે સોખડા મંદિરમાં હરિભક્તોની સત્સંગ સભા મળી હતી.

જેમાં કેટલાક હરિભક્તોએ પ્રબોધ સ્વામીને નવા ગાદીપતિ બનાવવા માંગ કરતા  વિવાદ સર્જાયો હતો.હરિધામ મંદિર ગાદી માટે  હરિભક્તોમાં મત મતાંતર હોવાની હકીકત સામે આવી હતી જોકે વિવાદ વધતા મંદિર ની પ્રતિષ્ઠા પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા દરમ્યાન  સોખડા મંદિરના સંતોએ વિવાદનો ઉકેલ લાવી સર્વસંમતિથી મંદિરના ગાદીપતિ અંગે સર્વ સંમતિથી નિર્ણય કર્યો હતો. સોખડાના સંત ત્યાગ વલ્લભ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીએ  વિવાદ ખોટો હોવાની વાત કરી, સંતો એકજૂટ  હોવાનો દાવો કર્યો હતો છે અને પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સંતોનો એકસૂર, અમે સાથે જ છે અને સાથે જ રહીશું

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદમા પૂર્ણ વિરામ મુકતા સંતોએ પણ એકતાના દર્શન કરાવ્યા હતા આમ તો એ એકસૂરે સમગ્ર વિવાદ ને ખોટો ગણાવ્યો હતો અને સોખડા મંદિરના સંતો વચ્ચે કોઈ જ મતભેદ કે મનભેદ ન હોવાનો દાવો કર્યો હતો તેમજ સંતો વચ્ચે ક્યારેય કોઈ fattepur નહીં પાડી શકે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ મંદિરના અગ્રણી સંતોએ  પ્રેમ સ્વરૂપ સ્વામીના નેતૃત્વમાં જ તમામ સંતો કામ કરશે તેમ જણાવી  વિવાદનો અંત લાવ્યા હતા.

Most Popular

To Top