Business

જાહેરાત થઈ ગઈ: હવે ટાટાની આ કંપની બે ભાગમાં વહેંચાઈ જશે, ગ્રાહકોનું શું થશે?

નવી દિલ્હી: દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંથી (Business House) એક ટાટા ગ્રુપે (Tata Group) પોતાની એક મોટી કંપની વિશે જાહેરાત (Announcement) કરી છે. જેના કારણે ટાટા ગ્રુપના શેર્સ (Shars) ઉપર મોટી અસર જોવા મળશે. તેમજ ટાટા ગ્રુપના ગ્રાહકોને (Customers) પણ હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

જાહેરાત મુજબ ટાટા ગ્રુપની ટાટા મોટર્સ ટૂંક સમયમાં બે ભાગમાં વહેંચાઈ જશે. ટાટા ગ્રુપે પોતાની ટાટા મોટર્સને બે ભામગમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ આ સાથે ટાટા ગ્રુપની ટાટા મોટર્સ કંપનીએ ડી-મર્જરનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને અલગ-અલગ કરવામાં આવશે અને ત્યારબાદ બે કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થશે.

કોમર્શિયલ-પેસેન્જર વ્હીકલ યુનિટ અલગ હશે
ટાટા મોટર્સ દ્વારા સોમવારે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર તેઓ આ ડી-મર્જર હેઠળ તેમના બિઝનેસને બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત કરશે. એક યુનિટમાં કોમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસ અને તેના સંબંધિત રોકાણોનો સમાવેશ થશે. જ્યારે બીજા યુનિટમાં પર્સનલ વ્હિકલ (PV), ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), JLR અને તેના સંબંધિત રોકાણોનો સમાવેશ થશે. સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવાયું છે કે ડી-મર્જર NCLT વ્યવસ્થા યોજના દ્વારા લાગુ કરવામાં આવશે.

બંને લિસ્ટેડ કંપનીઓમાં શેરધારકોનો સમાન હિસ્સો હશે
ડી-મર્જર પછી ટાટા મોટર્સ લિમિટેડના તમામ શેરધારકો બંને લિસ્ટેડ કંપનીઓમાં સમાન હિસ્સો રાખવાનું ચાલુ રાખશે. તેમજ આ બાબતે કંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનો, પેસેન્જર વાહનો અને જેગુઆર લેન્ડ રોવર બિઝનેસે વિવિધ વ્યૂહરચનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકીને મજબૂત પ્રદર્શન કર્યું છે. વર્ષ 2021 થી આ ત્રણેય વ્યવસાયો તેમના સંબંધિત સીઈઓ હેઠળ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે.

ટાટા સન્સના ચેરમેને ડી-મર્જર પર શું કહ્યું?
ભારતીય ઓટોમોબાઈલ સેક્ટરના આ મોટા ડિમર્જર વિશે માહિતી આપતા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે ટાટા મોટર્સે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટું પરિવર્તન કર્યું છે. ત્રણ ઓટોમોટિવ બિઝનેસ યુનિટ્સ હવે સ્વતંત્ર રીતે કામ કરે છે અને પ્રતિભાશીલ કામગીરી આપવાનું ચાલુ રાખ્યુ છે.

ટાટા મોટર્સના શેરમાં વધારો
એન ચંદ્રશેખરને જણાવ્યુ હતુ કે એક કંપનીને બે યુનિટમાં વિભાજીત કરવાથી અમારા ગ્રાહકોને વધુ સારો અનુભવ મળશે. આ અમારા કર્મચારીઓની પણ વૃદ્ધિ થશે. તેમજ અમારા શેરધારકોને સારો ફાયદો થશે. સોમવારે ટાટાના શેર ગ્રીન માર્ક ઉપર રૂ. 988.90 પર બંધ થયા હતા. આ સાથે જ ટાટા મોટર્સનો શેર 0.56 ટકા વધ્યો હતો. તેમજ હાલ કંપનીની માર્કેટ રકમ 3.62 લાખ કરોડ રૂપિયા છે.

Most Popular

To Top