Charchapatra

અણમોલ ફિલ્મ ગીત અને નિર્માતા

આજે જ્યારે 100 ગીત રજૂ થાય છે ત્યારે માંડ દશ ગીતોનાં શબ્દો સમજાય છે ને પાત્ર બર્થહીન અને બકવાસ ન એક સમય હતો જયારે એવા ગીતો બનતા હતા, જે જીવન ની હકીકત ભવિષ્યમાં ભ્રષ્ટાચાર, દુરાચાર તેમજ આમ આદમીની લાચારી કેવો રંગ લાવશે તે વિશેના કટાક્ષ ઓ અને ફિલોસોફી ગીતો ના માધ્યમ થી રજૂ કરતા હતા….! ये महेलो , ये तख्तो ये ताजों की दुनिया , ये इंसान के दुश्मन समाजो की दुनिया , ये दौलत के भूखे रिवाजो की दुनिया , ये दुनिया अगर मिल भी जाये तो क्या है ….! 1957 માં બનેલી આ ફિલ્મ પ્યાસા માં જે રીતે ગુરુદત્ત સાહેબે નેતા, સમાજ અને કુરિવાજો પર તંજ કસ્યો છે તે આજે સત્ય લાગે છે, દેશ માટે કરેલી એક સાચી ભવિષ્યવાણી લાગે છે. નાનપણ-જવાની- એક નિર્દોષ ને ચોર સમજી ને તેની પાછળ પડનારા ના મુખ પરથી આડંબર નો પરદો ઉતારતી ફિલ્મ એટલે જાગતે રહો…!ઓહ,એક સામાન્ય વ્યક્તિ માત્ર પાણી પીવા એક ચાલી માં ઘૂસે છે અને તેને પકડવા માટે આખીરાત જે ધમાચકડી થાય છે.દંભીઓ ના ચેહરા ખુલ્લા પડે છે.રાતે પાણી માટે ચાલી માં ઘુસેલા વ્યક્તિ ને ભોર સવારે પાણી મળે છે અને તેમાં પણ નશા માં ચૂર મોતીલાલ પર ફિલ્માવેલ ગજબ નું ગીત “જિંદગી ખ્વાબ હે…” ફિલ્મ ને ચાર ચાંદ લગાવે છે.

જિંદગીની ફિલોસોફી, સમાજ ના દુષણો, પારિવારિક સંઘર્ષ, રાજકારણ ની રમત, યુવાનોને બોધપાઠ,દેશભક્તિ તેમજ કોમેડી ફિલ્મો જે બનતી હતી તેના મુખ્ય નિર્માતા ઓ હતા.ગુરુદત્ત, રાજકપૂર, વી.શાંતારામ, બિમલ રોય, ઋષિકેશ મુખર્જી, બાશુ ચેતરજી, શ્યામ બેનેગલ, તારાચંદ બદજાત્યા વિમલ કુમાર,ઇન્દ્રર કુમાર, કિશોરકુમાર બી.આર.ચોપરા, યશ ચોપરા જેવા નિર્માતો જે ફિલ્મો બનાવતા અને એમાં તેઓ જે અર્થપૂર્ણ કર્ણપ્રિય મધુર, ચામડીના રૂંવાડા ઉભા કરી દેનારું, ગીત-સંગીત અને વાર્તા પીરસતા હતા એ સ્વાદ હવે ની ફિલ્મોમાં કદી ચાખવા ન મળે…!
સુરત     – કિરણ સૂર્યાવાલા-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

એટલે માણસ દુઃખી છે
વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે અસરગ્રસ્ત વિસ્તારના ગરીબ, મધ્યમવર્ગ અને કરોડપતિ વર્ગને એક જ સ્થિતિમાં લાવી દીધા. આમેય કુદરતી આફતો ત્રાટકે ત્યારે એ ગરીબ કે તવંગરનો ભેદ નથી કરતી. એ ખરું કે સૌથી ઓછું વેઠવાનું અને ઝડપથી બેઠા થવાનું ધનિક વર્ગ માટે સરળ છે. આફત આવે ત્યારે પાસે પુષ્કળ પૈસા હોય એ કામ લાગતા નથી. માણસને આટલું સમજાય તો ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ બિનજરૂરી દોડ અને અનિતીના માર્ગે ચાલવા પર બ્રેક લાગવી જોઈએ. કમનસીબે એવું થતું નથી. પરિસ્થિતિ યથાવત થાય પછી એ જ દોડ ચાલુ રહે છે. કોરોનાકાળ  માણસને બહુ મોટો પાઠ શીખવી ગયો છે. પરંતુ માણસની યાદદાસ્ત ટૂંકી છે. સંજોગો સદા કઈંક ને કઈંક શીખવવા આતુર હોય છે. માણસ શીખવાનો ડોળ કરે છે પણ શીખતો નથી. પરિણામે તે દુઃખી છે.
સુરત     – સુનીલ શાહ-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top