અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar ) તાલુકાના ભડકોદ્રા ગામની (Bhadkodra Village ) આદિત્ય નગરમાં રહેતા જાદવ પરિવારના ઘરને તસ્કરોએ(Robbers) નિશાન બનાવ્યું હતું.અને રસોડાના ભાગની કાચની બારી માંથી ચોર પ્રવેશ કરીને કુલ રૂપિયા ૮૪ હાજર ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરીને ફરાર થઇ ગયા હતા.આ વિસ્તારમાં સતત ચોરીઓની વારદાતને લગાતાર અંજામ આપવામાં આવી રહ્યો છે.ત્યારે તસ્કરો પોલીસને (Police) પડકાર ફેંકી રહ્યા હોય તેવી લોક ચર્ચાઓ જાગી હતી.
રસોડાના ભાગની કાચની બારી માંથી ચોર ઘરમાં પ્રવેશ્યા
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની આદિત્ય નગર સોસાયટીના મકાન નંબર બી/૪૭માં રહેતા ઇલાબેન નરેન્દ્રસિંહ જાદવના ઘરને તસ્કરો એ નિશાન બનાવ્યુ હતુ, અને ઘરના રસોડાના ભાગની કાચની બારી માંથી ચોર ઘરમાં પ્રવેશ્યા હતા, અને ડાઇનિંગ ટેબલ પર મુકેલા પર્સ માંથી રૂપિયા ૩૦૦૦૦ રોકડા, ત્રણ નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૩૧૦૦૦ તથા સોનાનું લોકેટ કિંમત રૂપિયા ૨૩૫૦૦ મળીને કુલ રૂપિયા ૮૪૫૦૦ની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા.
અનેક વાર ચોરીઓ થતા જનતા પણ ત્રસ્ત
બનાવ અંગે ઇલાબેન જાદવે જીઆઇડીસી પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી.ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધી રહ્યો હતો.તાજતરમાં એક કાર માંથી રૂપિયા ૯ લાખ ઉપરાંતની ચોરીની ઘટનાનો ભેદ હજી ઉકેલાયો નથી ત્યાંજ પોલીસ તંત્ર માટે તસ્કરો ખુલ્લો પડકાર ફેંકીને ચોરીને અંજામ આપી રહ્યા હોવાનું લોક મોઢે ચર્ચાય રહ્યું છે, અને અજાણ્યા ભય હેઠળ લોકો જીવી રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ
ભરૂચ: જિલ્લાના અંકલેશ્વર શહેરમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. તેવામાં અંકલેશ્વરમાં થયેલી 2 અલગ અલગ સોસાયટીઓમાં થયેલ ચોરીની ઘટના બાદ પોલીસ દોડતી થઈ હતી.
ભરૂચ જિલ્લામાં તસ્કરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ પોલીસના ડર વિના અંકલેશ્વર શહેરની અલગ અલગ સોસાયટીઓમાંથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ અંબિકા રેસીડેન્સીના મકાનમાંથી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. મકાન માલિક દ્વારા આ મામલે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી છે. જેના પગલે શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
