ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના ઉછાલી ગામ (Uchali Village) નજીકથી વહેતી અમરાવતી ખાડી (Amravati Bay) વનખાડીમાં સેંકડો માછલીઓના (Fishes) મોત (Death) નિપજતા ફરી પ્રદૂષિત પાણીને (Polluted water) લઈ ઉહાપોહ મચી ગયો છે. કથિતપણે ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી ખાડીમાં ઠલવાતું હોવાથી આ પાણી પ્રદુષિત થયું છે. જેથી ખાડી કિનારાના રહેતા ગ્રામજનો પણ પાણીનો ઉપયોગ કરતા પહેલા ડરી રહ્યા છે.વરસાદ પડતાં જ બેજવાબદાર ઉધોગો પણ સક્રિય થઈ પ્રદુષણ ઠાલવતા હોવાની ફરી ઉઠી બુમો ઉઠી છે.
પર્યાવરણ પ્રેમીઓએ અને સ્થાનિકોએ જી.પી.સી.બીમાં રજૂઆત કરી છે
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી પસાર થતી અમરાવતી ખાડીમાં કેમિકલ યુક્ત દુષિત પાણીને પગલે અસંખ્ય જળચરોના મોત નીપજતા સ્થાનિકોએ રોષ પ્રગટ્યો હતો. જે ખાડીમાં સમયાંતરે કેમિકલ ભળવાથી જળચરોના મોત નીપજતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. અવારનવાર ઉદ્યોગોનું કેમિકલયુક્ત દુષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવા અંગે અનેકવાર પર્યાવરણ પ્રેમીઓએ અને સ્થાનિકોએ જી.પી.સી.બીમાં રજૂઆત કરી છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે જળચરોના મોત નીપજી રહ્યા છે. જેને કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે. ખાડી કિનારે પશુ ચરાવવા આવતા પશુ પાલકો પણ પશુઓને ખાડીનું પાણી પીવા દેતા નથી અને અગાઉના વર્ષોમાં આ ખાડીનું પાણી પીવામાં પણ ઉપયોગમાં લેવાતું હોવાનું જણાવ્યું હતું.
હાલ બેજવાબદાર ઉદ્યોગોના પાપે ખાડી કિનારાના રહેતા ગ્રામજનો પાણીનો ઉપયોગ કરતા પહેલા ડરી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સી-પમ્પીંગ સ્ટેશન સામેથી દુષિત પાણી ઓવરફ્લો થવાથી અમરાવતી ખાડીમાં ભળતું હોવાને પગલે જળચરોના મોત નીપજ્યા હોવાની શક્યતા સાથે આક્ષેપો કરાયા છે ત્યારે જી.પી.સી.બી દ્વારા યોગ્ય સેમ્પલ લઇ તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
જી.પી.સી.બી. સેમ્પલ લઇ તપાસ કરે એ અત્યંત જરૂરી
અમરાવતી ખાડીમાં કેમિકલયુક્ત દૂષિત પાણીને પગલે અસંખ્ય જળચરોનાં મોત નીપજ્યાં હોવાના આક્ષેપ ઊઠ્યા છે.ખાડીમાં સમયાંતરે કેમિકલ ભળવાથી જળચરોનાં મોત નીપજતાં હોવાના કિસ્સા સામે આવ્યા છે. અવારનવાર ઉદ્યોગોનું કેમિકલયુક્ત દૂષિત પાણી ખાડીમાં ઠલવાતું હોવાના અંગે અનેકવાર પર્યાવરણપ્રેમીઓએ અને સ્થાનિકોએ જી.પી.સી.બી.માં રજૂઆત કરી છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને પગલે જળચરોનાં મોત નીપજી રહ્યાં છે. જેને કારણે ગ્રામજનોમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે જી.પી.સી.બી. સેમ્પલ લઇ તપાસ કરે એ અત્યંત જરૂરી છે.