અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જી.આઈ.ડી.સી. (GIDC) પોલીસે (Polcie) કાપોદ્રા પાટિયા પાસે આવેલા આર.-21 કોમ્પ્લેક્સમાંથી સિલ્વર અને ગોલ્ડન સ્પાની (Spa) આડમાં ચાલતા સેક્સ રેકેટનો (Sex Racket) પર્દાફાશ કરી 2 સંચાલકને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્પાની મહિલા માલિક ફરાર થઇ ગઈ હતી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ આર.-21 કોમ્પ્લેક્સમાં સિલ્વર અને કાપોદ્રા પાટિયા સ્થિત ગોલ્ડન સ્પાના આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી જી.આઈ.ડી.સી. પોલીસને મળી હતી. PSI વી.એ.આહીરને મળતાં તેઓ વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી પી.એસ.આઈ. વી.એ.આહીર, બી.એ.રાઠવા સહિત 6 પોલીસ જવાનને રેડ માટે તૈયાર કર્યા હતા. ડમી ગ્રાહક સ્પા જતાં જ પોલીસ ઉપર મિસકોલ કરતાં પોલીસે રેડ કરી હતી. પોલીસે કાઉન્ટર ઉપરથી સ્પાનો સંચાલક મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ અંકલેશ્વરની પ્લેટિનમ પ્લાઝાની સામે રહેતો રાજબ સલીમ શેખ સાથે 2 ઈસમ મળી આવ્યા હતા. સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી 2 યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્પાના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી.
કાઉન્ટર, અંગજડતીમાંથી રોકડા અને 1 મોબાઈલ મળી કુલ રૂ.22 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા સંચાલકની પૂછપરછ કરતાં તેને આ સ્પા કોસમડીની સ્ટાર રેસિડેન્સીમાં રહેતી અહાના તોસીફ ખત્રીનું હોવાનું જણાવ્યું હતું. કાપોદ્રા પાટિયા પાસે ગોલ્ડન સ્પા ચલાવતી હોવાનું જણાવતાં પોલીસે ગોલ્ડન સ્પા ખાતે રેડ કરતાં સ્પાનું શટર બંધ કરતાં સંચાલક શનિ રામવિલાસ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. જ્યારે બંને સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
છત્તીસગઢની યુવતીને સુરતના વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી સુરત બોલાવ્યા પછી હોટેલમાં બળાત્કાર ગુજાર્યો
સુરત : છત્તીસગઢમાં રહેતી હિન્દુ યુવતીને સુરતના વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને સુરત બોલાવ્યા બાદ હોટેલમાં બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં વિધર્મી યુવકે યુવતીના ફોન ઊંચકવાનું જ બંધ કરી દેતા પોલીસમાં ફરિયાદ થઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ફૂલવાડી ભરીમાતા રોડ પર આવેલ નરમાવાલા કોટેજીસમાં રહેતો ૧૯ વર્ષીય મોહમ્મદ ઇમરાન રાઝા અજમુલ્લાહ રાઇન ટાઇલ્સનું કામ કરે છે. આઠ મહિના પહેલા મોહંમદ ઇમરાનની મુલાકાત સોશીયલ મીડિયા ફેસબુક મારફતે છત્તીસગઢમાં રહેતી 19 વર્ષિય કાજલ (નામ બદલ્યુ છે)ની સાથે થઇ હતી. બંને વચ્ચે અવારનવાર વાત થતી હતી અને તેઓની મિત્રતા પ્રેમમાં બદલાઇ હતી. મોહંમદ ઇમરાને કાજલને સુરત મળવા માટે બોલાવી હતી. છત્તીસગઢથી ટ્રેન મારફતે સુરત આવેલી કાજલ સુરત રેલેવ સ્ટેશન નજીકની હોટેલમાં રોકાઇ હતી. અહીં મોહંમદ ઇમરાન તેણીને મળવા માટે ગયો હતો. હોટેલમાં જ કાજલને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, યુવતીને થોડા દિવસોમાં લગ્ન કરી લઇશું તેમ કહીને તેણીને પરત છત્તીસગઢ મોકલી આપવામાં આવી હતી. છત્તીસગઢ પહોંચ્યા બાદ કાજલએ મોહંમદ ઇમરાનને વારંવાર ફોન કર્યા પરંતુ તેને ફોન ઉંચકવાના જ બંધ કરી દેતા કાજલ ફરીવાર સુરત આવી હતી અને મોહંમદ ઇમરાનની સામે મહિધરપુરા પોલીસમા ફરિયાદ આપતા પોલીસે મોહંમદ ઇમરાનની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.