ભરૂચ: એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વરના (Ankleshwar) મહાવીર ટર્નિંગ નજીકથી સ્પા એન્ડ સલૂનની (Spa And Salon) આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરી સંચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસમથકમાં (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં પ્રોફેશનલ સ્પા એન્ડ સલૂનમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાને મળતાં હેડ કોન્સ્ટેબલ અને બે મહિલા પોલીસકર્મી સાથે રેડ માટે તૈયાર કરાયા હતા. જ્યાં ડમી ગ્રાહકને રૂપિયા ૧ હજાર આપી મોકલવામાં આવ્યો હતો.
આ બનાવમાં ભરૂચના પીરકાંઠી પોલીસ ચોકી સામે ડુંગાજી પાસે રહેતો સ્પા સંચાલક સંકેત સુરેશ મૈસુરિયા મળી આવ્યો હતો. જ્યારે રૂમમાંથી ડમી ગ્રાહક સાથે યુવતી પણ મળી આવતાં પોલીસે સ્પા એન્ડ સલૂનમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરી સ્પાના સંચાલકની અટકાયત કરી ૩ હજારનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસમથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બાબેનમાં બે ભાઈઓ પર હુમલો કરાવનાર ફિરોઝ સામે વ્યાજખોરીના બે ગુના નોંધાયા
બારડોલી: બારડોલી તાલુકાનાં બાબેન ગામે સુગર ફેક્ટરીના ગેટ પાસે રિક્ષા ચાલક અને તેના ભાઈ પર જીવલેણ હુમલો કરનાર ફિરોઝ ધોરાજી વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતના અધિનિયમ હેઠળ બે અલગ અલગ ગુના નોંધાયા છે. જેમાં એક ફરિયાદમાં યુવક પાસે પૈસાના બદલે સ્કૂટર પડાવી લીધું હોવાનું જણાવવામાં આવ્યું છે. ગત મંગળવારે રાત્રે બારડોલી તાલુકાનાં બાબેન ગામે રિક્ષા ચાલક પર હુમલો કરનાર ફિરોઝ ધોરાજી વિરુદ્ધ બે ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ બારડોલીના એસ.કે.પાર્કમાં રહેતા સાગર મનોજ સાઠે (ઉ.વર્ષ 28, મૂળ રહે નંદુરબાર, મહારાષ્ટ્ર)એ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ સાગરે તેના મકાન પર બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધી હતી.
ફોન કેમ ઉપાડતો નથી એમ કહી ઢીકમુક્કીનો માર માર્યો
આથી ફિરોઝ ધોરાજી દ્વારા અવારનવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી માટે ધાકધમકી આપવામાં આવી હતી. સાગરે ફોન નહીં ઊપડતાં લિનિયર બસ સ્ટેન્ડ પર ફિરોઝ ધોરાજી મળી જતાં ફોન કેમ ઉપાડતો નથી એમ કહી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો અને તેની પાસેથી સુઝુકી એક્સેસ સ્કૂટર જબરદસ્તી પડાવી લીધું હતું. હિસાબ ચૂકતે કરવા માટે સાગર ફિરોઝ પાસે ગયો તો તેણે 50 હજાર રૂપિયાની માંગ કરતાં અંતે સાગરે પોલીસનો સહારો લેવો પડ્યો હતો.