અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર સુનાવણી દરમિયાન એક ઇસમે યુવક ઉપર ચપ્પુ વડે હુમલો (Attack) કરવાની કોશિશ કરતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ હતી. આજે તો તને હું મારી નાંખવાનો છું.. તેમ કહી અપશબ્દો ઉચ્ચારતાં મનીષ વસાવાએ કિશન વસાવા પર હુમલો કર્યો હતો. કિશને તેને ધક્કો મારી બૂમરાણ મચાવતાં પોલીસ (Police) જવાનો આવી પહોંચતાં મનીષ વસાવા ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વરના નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો કિશન મના વસાવા અને તેનો ભાઈ સંજય પોતાની બાઈક લઇ અંકલેશ્વર કોર્ટ કેસની સુનાવણી હોવાથી ગયા હતા. દરમિયાન અન્ય લોકોની ભીડ હતી. અંકલેશ્વર કોર્ટ રૂમ બહાર નવા દીવા ગામના શામજી ફળિયામાં રહેતો મનીષ માનસિંગ વસાવા પણ ઊભો હતો. જેને તેની પત્ની છોડી જતી રહેતા પત્ની કિશન મના વસાવાના સંપર્કમાં હોય તેની રીસ રાખી મનીષ માનસિંગ વસાવા તેની પાસે રહેલ ચપ્પુ લઇ દોડી આવ્યો હતો અને આજે તો તને હું મારી નાંખવાનો છું તેમ કહી અપશબ્દો ઉચ્ચારતાં કિશન વસાવાએ તેને ધક્કો મારી બૂમરાણ મચાવતાં પોલીસ જવાનો આવી પહોંચતાં મનીષ વસાવા ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં સાળા-બનેવીને માર મારતાં 4 સામે પોલીસ ફરિયાદ
અંકલેશ્વર: અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાંખવા બાબતે ચાર ઈસમે સાળા-બનેવીને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત વર્ષા હોટલ પાસે આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા શૈલેન્દ્રકુમાર કમલદેવ યાદવ ગત તા.૨ જાન્યુઆરીના રોજ રાતે પોતાના ઘરે હતા. દરમિયાન સોસાયટીમાં રહેતા મનોજકુમાર સૂરજકુમાર યાદવ અને સૂરજકુમાર યાદવ તેમના ઘરે આવ્યા હતા. જેઓ શૈલેન્દ્રકુમાર યાદવને કહેવા લાગ્યા હતા કે, તમારી પત્ની ઉપરથી કચરો નાંખે છે. તેને સમજાવો નહીં તો તમને જોઈ લઈશું તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા મનોજકુમાર સૂરજકુમાર યાદવ અને સૂરજકુમાર યાદવ તેમજ વિનય યાદવ તેમજ વિજય યાદવે મળી શૈલેન્દ્ર યાદવ અને તેના પત્ની તેમજ સાળા વિજય પાસવાનને લાકડાના સપાટા માર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.