Dakshin Gujarat

પાનોલી જીઆઇડીસીમાં બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ

અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (Panoli GIDC) આવેલ બજાજ હેલ્થ કેર કંપની માં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન ભીષણ આગ (Fire) લાગતા નાસભાગ મચી જવા પામી હતી. 6 જેટલા ફાયર ફાયટરોની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

પાનોલી જીઆઇડીસી માં બજાજ હેલ્થ કેર કંપની ના પ્લાટ માં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ને જોતા પ્લાન્ટ માં કામ કરી રહેલા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. જ્વલનશીલ કેમીકલ ના કારણે આગ વધુ ફેલાતા પાનોલી જીઆઇડીસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર ફાયટર સાથે લાશ્કરો દોડી આવ્યા હતા.

જોકે આગ સમગ્ર કંપનીમાં ફેલાતા વધુ વિકરાળ બની હતી. અંકલેશ્વર ડીપીએમસી તેમજ નગરપાલિકા ફાયર સ્ટેશન મળી 6 જેટલા ફાયર ટેન્કરની મદદ થી ચાર કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમય રહેતા કારીગરો બહાર નિકળા ગયા હોવાથી સદ્દભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી. આગને પગલે કંપનીનો મોટાભાગનો હિસ્સો બળી ને ખાખ થઇ જતા મોટી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

વહેલી સવારે પાનોલી જીઆઇડીસી વિસ્તાર ઇમરજન્સી સાયરનોથી ગૂંજી ઉઠ્યો
આજે વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસી વિસ્તાર ઇમરજન્સી સાયરનોથી ગૂંજી ઉઠયો હતો. ઔદ્યોગિક વસાહતમાં આવેલી બજાજ હેલ્થકેર કંપનીમાં સવારના સુમારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. કંપનીમાંથી નીકળતી આગની જવાળાઓ ૨ કિ.મી. દૂરથી પણ જોઈ શકાતી હતી. ઘટનાની ગંભીરતા કેમિકલ ફાયર એક્સપર્ટ ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર – DPMCના એક્સપર્ટની ટીમ પણ મદદે બોલાવાઇ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના સંદર્ભે પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ અને જીપીસીબી સ્વતંત્ર તપાસ હાથ ધરશે.

Most Popular

To Top