અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) જીઆઇડીસીમાં આવેલા ઓમ બંગ્લોઝમાં (Om Bungalows) એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી રોકડા રૂપિયા ૩.50 લાખ તેમજ ચાંદીના સિક્કા, ચાંદીનાં બિસ્કિટ અને ચાંદીનાં વાસણ મળી કુલ 8.25 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર જીઆઇડીસીમાં ગણેશ પાર્ક સામે આવેલા ઓમ બંગ્લોઝમાં રહેતા બદ્રીલાલ રામચન્દ્ર બહેરીયા પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે ચારભૂજા કૃષ્ણ મંદિરમાં છપ્પનભોગ પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને કબાટનું લોક તોડી તેમાંથી રૂ.2.13 લાખના ચાંદીના સિક્કા, રૂપિયા 1.42 લાખના ચાંદીનાં બિસ્કિટ તથા રૂપિયા 1.06 લાખની કિંમતનાં ચાંદીનાં વાસણો તેમજ રોકડા રૂપિયા ૩.50 લાખ અને લેડીઝ અને જેન્ટ્સ ઘડિયાળ મળી કુલ રૂપિયા 8.25 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જીઆઇડીસી પોલીસે (Police) ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી હતી.
- મકાનમાલિક પરિવાર સાથે રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે મંદિરે ગયા હતા
- તસ્કરો ૩.૫૦ લાખ રોકડા અને ચાંદીના સિક્કા, બિસ્કિટ અને વાસણોની ચોરી કરી ફરાર
વાલોડના રાનવેરીમાં 11 કેવી બહેજ એ.જી. ફીડરનો વીજતાર ચોરાયો
સુરત: વાલોડ તાલુકાના રાનવેરી ગામે 11 કેવી બહેજ એ.જી. ફીડરમાં વીજ પુરવઠો મળતો ન હોય ૨૫મી ડિસેમ્બરે આ કચેરીના લાઈનમેન પી.એસ.રાણાએ તપાસ કરતાં રાનવેરી ગામે ઝંડી ફળિયામાં આવેલાં રનાબેન કેશલાભાઈ ચૌધરીના ઘરની પાછળ વીજ વાયર ચોરાઇ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. વધુ તપાસ કરતાં રનાબેન ચૌધરીના ઘરની પાછળ નહેરની નજીક આવેલા પોલની ઉપરના ચારેય બાજુના એલ્યુમિનિયમના વાયરો ચોરાઇ ગયા હતા. 11 કેવી બહેજ ખેતીવાડી ફીડરના HT લાઈનના પોલ પરના કિં.રૂ.25,03૫ના એલ્યુમિનિયમના વીજ વાયરો ચોરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ દ.ગુ.વીજ કં. લિ. પેટા વિભાગીય કચેરી, વાલોડના નાયબ ઈજનેર સમીર રણજીત ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નવસારીમાંથી 3 યુવાન બાઈક ચોરી કરી ગયાનો વહેમ રાખી પોલીસ ફરિયાદ
નવસારી : ઇટાળવા વિશાલનગરમાંથી બાઈક ચોરી થતા 3 યુવાનો બાઈક ચોરી કરી ગયા હોવાની શંકા રાખી બાઈક માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના રતનબારા ગામે અને હાલ નવસારી-ગણદેવી રોડ પર વિશાલનગર સાઈનાથ એપાર્ટમેન્ટમાં ભાવેશ વસંત તડવી રહે છે. ભાવેશ 2.43 લાખની કે.ટી.એમ. ડુક બાઈક (નં. એમએચ-39-એકે-3538) ધરાવે છે. જ્યાં તેઓએ વસંતને ગ્રીડ પાસે ઉભો રાખી તેની બાઈકનો રાઉન્ડ મારવા ગયા હતા. અને 15-20 મિનીટ બાદ તેઓ પરત આવતા વસંત તેની બાઈક લઈ ઘરે આવી ગયો હતો. અને તેની બાઈક પાર્કિંગમાં મૂકી હતી. ગત 5મીએ બીજા દિવસે વસંત કામે જવા માટે નીકળ્યો ત્યારે તેની બાઈક પાર્કિંગમાં જોવા મળી ન હતી.